મેક્સિકોમાં પણ કાળઝાળ ગરમી? 138 વાનરોના ગરમીએ લીધા જીવ
મેક્સિકોઃ ભારતમાં અસહ્ય ગરમીને લીધે જનતા સાથે પશુપક્ષીઓ પણ પરેશાન છે. ત્યારે ગરમીનો પ્રકોપ મેક્સિકો સિટી પણ સહન કરી રહ્યું છે. એક અહેવાલ અનુસાર અહીં ગરમીને લીધે લગભગ 138 howler monkeys મૃત્યુ પામ્યા છે. આ વાનરો ઝાડ પરથી ટોપટપ પડવા માંડ્યા હતા અને તેમના મૃતદેહોને ખસેડવાનું અઘરું બની ગયું હતું.
Gulf Coast state of Tabascoમાં મે 16થી આવી ઘટનાઓ બની છે અને વેટરીનરી ડોક્ટરોની ઘણી કોશિશો છતાં 138 જેટલા વાનરો મૃત્યુ પામ્યા છે. આ વાનરો તેમના ખાસ અવાજ માટે જાણીતા છે. અહીંના The Usumacinta group દ્વારા પાંચ વાનરોને ડોક્ટરની સારવારથી બચાવી શકાયા છે.
વેનેઝુલાના ડોક્ટરોના જણાવ્યા અનુસાર મોટા ભાગના વાનરો ખારબ હાલતમાં આવે છે. તેમને ડિહાઈડ્રેશન અને તાવ હોય છે અને તેમને બચાવવા મુશ્કેલ બની રહ્યા છે.
મેક્સિકોની ગરમીએ અત્યાર સુધીમાં 26 જણનો ભોગ લીધો છે તો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર લગભગ સેંકડો પશુઓ પણ ગરમીનો શિકાર બન્યા છે. મોટાભાગના અહીંના પ્રદેશોમાં 45 ડિગ્રી કરતા વધારે ગરમી અનુભવાઈ રહી છે.
Tecolutilla, Tabasco નામના ગામમાં સૌથી પહેલા ઝાડ આસપાસ મૃત વાનરો જોવા મળ્યા હતા. સામાન્ય રીતે શાંત ગણાતા howler monkeys ઘણીવાર 90 સેન્ટિમીટર જેટલા લાંબા હોય છે અને તેમની પૂંછડી પણ ઘણી લાંબી હોય છે. ઘણા બે સ્ટોન જેટલું વજન ધરાવે છે અને સરેરાશ આયુષ્ય 20 વર્ષ હોય છે.