ઇન્ટરનેશનલ

સ્પેસ સ્ટેશનમાં આ બે એસ્ટ્રોનટ્સ શું કરતી જોવા મળી? વીડિયો થયો વાઈરલ…

આ વીકએન્ડ દરેક દેશમાં લોકોએ અલગ અલગ રીતે સ્પેન્ટ કર્યો, ભારતમાં લોકોએ વેલેન્ટાઈન વીકનું સેલિબ્રેશન કરવામાં આ વીક-એન્ડ પસાર કર્યું તો અમેરિકામાં લાખો લોકોએ આ વીકએન્ડ ટીવીની સામે બેસીને પસાર કર્યો. હવે તમને થશે કે આવું કેમ ભાઈ? એવું તે શું ખાસ આવી રહ્યું હતું ટીવી પર કે વીકએન્ડ પર પાર્ટી કરવાનું છોડી અમેરિકાના લોકો ટીવીની સામે બેસવાનું પસંદ કર્યું?

વાત જાણે એમ છે આ અમેરિકનોએ સુપર બાઉલ LVIII (Super Bowl LVIII)નો આનંદ ઉઠાવ્યો હતો. આ એક નેશનલ ફૂટબોલ લીગ સિઝનનું ફાઈનલ છે, જેને અમેરિકામાં લોકો સામાન્યપણે ફૂટબોલ કહે છે. જોકે, એને રમવાની પેટર્ન બિલકુલ પણ ફૂટબોલ જેવી નથી. સુપર બાઉલમાં એક અંડાકાર બોલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને હાથેથી ઉછાળીને રમવામાં આવે છે.

ધરતી પર રમાનારી આ ગેમ હવે સ્પેસ સુધી પહોંચી ગઈ છે અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં સવાર બે અંતરિક્ષયાત્રીઓએ 4 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો છે. ધરતીથી 400 કિલોમીટર ઉપર અંતરિક્ષમાં હાજર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને એસ્ટ્રોનટ્સનું બીજું ઘર પણ કહેવામાં આવે છે. અવકાશયાત્રીઓની એક ટીમ હંમેશા અહીં તહેનાત હોય છે અને સ્પેસ સાથે જોડાયેલા મિશન અને પ્રયોગને પૂરા કરે છે. આ દરમિયાન અંતરિક્ષ યાત્રી પૃથ્વી પર થનારી ઘટનાઓ વિશેની માહિતી પણ લેતાં હોય છે.

આ જ અનુસંધાનમાં બે અંતરિક્ષ યાત્રી જાસ્મીન મેઘબેલી અને લોરલ ઓહરાએ 10મી ફેબ્રુઆરીના સ્પેસ સ્ટેશનમાં એક ફૂટબોલ ઉછાળવાનો વીડિયો વાઈરલ કર્યો હતો. નાસાએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરતાં લખ્યું હતું કે સુપર બાઉલ સન્ડે પહેલાં…

નાનકડાં આ વીડિયોમાં જોવા મળે છે કે મોઘબેલી કેમેરા સામે ફૂટબોલ ફેંકે છે જ્યારે એની સાથે ઉભેલી ઓહારાએ માઈક પકડ્યું છે. બંને માટે આવું કરવું ખૂબ જ અઘરું રહ્યું હતું. વેઈટલેસનેસને કારણે સ્પેસમાં એસ્ટ્રોનટ્સને ખૂબ જ પડકારોનો સામનો કરવો પડે છે અને એક એવી જગ્યા કે જ્યાં લેપટોપ, કેબસ સહિતના તમામ ઈક્વિપમેન્ટ હોય, પરેશાની વધારે વધી જાય છે, એવામાં સુપર બાઉલ રમવું કેટલું મુશ્કેલીજનક રહ્યું હશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button