ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ગાઝામાં હોસ્પિટલ પર થયેલાં હુમલાનું કાળું સત્ય આવ્યું સામે

IDFએ ખુદ કર્યો પર્દાફાશ

ગાઝાઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં કેટલાક દિવસોથી યુદ્ધ ફાટી નીકળ્યું છે અને દરમિયાન ગઈકાલે મોડી રાતે ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 500 લોકોના મૃત્યુ થયા હતા. આ એરસ્ટ્રાઈક ઈઝરાલય દ્વારા કરવામાં આવી હોવાનો આક્ષેપ હમાસ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ ઈઝરાયલે આ આક્ષેપને રદીયો આપ્યો હતો અને આ રોકેટ ઈસ્લામિક જેહાદની ભૂલને કારણે હોસ્પિટલ પર પડ્યું હોવાની માહિતી ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) દ્વારા આપવામાં આવી છે.

જોકે, આરોપ-પ્રત્યારોપની આ રમત વચ્ચે હકીકતમાં આ હુમલો કોણે કર્યો એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બે હમાસ ઓપરેટિવ વચ્ચે ફોન પર થયેલા સંવાદની ઓડિયો ક્લિપ IDF દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે.


ગાઝા શહેરમાં આવેલી અલ-અલી-બાપિસ્ટ હોસ્પિટલ પર મંગળવારે મોડી રાતે રોકેટથી હુમલો કરવામાં આવ્યો હત અને ત્યાર બાદ IDF દ્વારા શેર કરવામાં આવેલી હમાસ કાર્યકર્તાની ફોન પરની વાતચીતની ઓડિયો ક્લિપમાં આ ઘટના અંગેની આઘાતજનક માહિતી સામે આવી છે.


આ ઘટના બાદ શરૂઆતમાં તો આ હુમલા માટે ઈઝરાયલ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, પરંતુ IDF દ્વારા આ આક્ષેપોને રદીયો આપ્યો હતો અને ગાઝા ખાતેના આંતકવાદીઓ એમાં પણ ખાસ કરીને ઈસ્લામિક જેહાદે મિસ ફાયર કરેલી મિસાઈલને કારણે જ આ બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો પણ કર્યો હતો.


આવો જોઈએ શું છે આ ઓડિયો ક્લિપમાં-

હમાસ ઓપરેટિવ 1: હું તમને કહી રહ્યો છું કે આ રીતે લોન્ચિંગ ફેલ થવાનું પહેલી જ વખત જોવા મળી રહ્યું છે.
હમાસ ઓપરેટિવ 2: અને એટલે જ એ પેલેસ્ટિની ઈસ્લામિક જેહાદનું હોવાનું કહી રહ્યા છે.
હમાસ ઓપરેટિવ 1: શું?
હમાસ ઓપરેટિવ 2: એ કહી રહ્યા છે કે તે પેલેસ્ટિની ઈસ્લામિક જેહાદનું છે.
હમાસ ઓપરેટિવ 1: એ આપણું જ છે?
હમાસ ઓપરેટિવ 2: હા એવું જ લાગી રહ્યું છે.
હમાસ ઓપરેટિવ 1: આવું કોણ કહી રહ્યું છે?
હમાસ ઓપરેટિવ 2: તેઓ કહી રહ્યા છે કે લોન્ચિંગનું શાર્પનલ લોકલ શાર્પનલ છે અને ઈઝરાયની શાર્પનેલ જેવું નથી.
હમાસ ઓપરેટિવ 1: તમે શું કહી રહ્યા છો?
હમાસ ઓપરેટિવ 2: પણ ભગવાન એમની રક્ષા કરે, વિસ્ફોટ માટે બીજી જગ્યા ના મળી હોત?
હમાસ ઓપરેટિવ 1: કંઈ વાંધો નહીં, તેમણે હોસ્પિટલની પાછળ રહેલાં સ્માશનભૂમિમાંથી એ લોન્ચ કર્યું હતું અને ભૂલથી તે મિસફાયર થઈ ગયું અને હોસ્પિટલ પર પડ્યું હતું.
હમાસ ઓપરેટિવ 2: એની પાછળ સ્મશાનભૂમિ છે?
હમાસ ઓપરેટિવ 1: હા, અલ મામદાની એકદમ કંપાઉન્ડમાં જ છે.
હમાસ ઓપરેટિવ 2: તમે કંપાઉન્ડમાં જાવ તો તે ક્યાં છે?
હમાસ ઓપરેટિવ 1: તમે પહેલાં કંપાઉન્ડમાં પ્રવેશો અને શહેરની વિરૂદ્ધ દિશામાં જશો એટલે એ અલ-મામદાની હોસ્પિટલની જમણી તરફ જ આવે છે.
હમાસ ઓપરેટિવ 2: હા મને ખ્યાલ છે…

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker