ઇન્ટરનેશનલનેશનલપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪સ્પોર્ટસ

‘નીરજની માતા મારી પણ માતા છે…’ પાકિસ્તાનના ગોલ્ડન બોય અરશદે દીલ જીત્યું

નવી દિલ્હી: પાકિસ્તાની એથ્લેટ અરશદ નદીમે (Arshad Nadim) પેરિસ ઓલિમ્પિક 2024માં જેવલીન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઘરે પરત ફર્યા બાદ તેનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું, અરશદની ઐતિહાસિક જીતને કારણે પાકિસ્તાનમાં ઉજવણીનો માહોલ છે, અરશદ નદીમ પર પ્રેમ અને પ્રશંસાનો વરસાદ થઇ રહ્યો છે. પાકિસ્તાનમાં ઉજવણીની વચ્ચે, અરશદ નદીમે ભારત અને પાકિસ્તન રાષ્ટ્રોને જોડવાનો પ્રયત્ન કર્યો હતો.

અરશદે ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા (Neeraj Chopra)ની માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. અરશદે નીરજની માતાને પોતાની માતા ગણાવી હતી. પાકિસ્તાન ચેમ્પિયન અરશદે સફળતા પાછળ નીરજની માતાના આશીર્વાદ હોવાનું અને નીરજના પરિવાર સાથે ગાઢ સંબંધ હોવાનું કહ્યું હતું.

અગાઉ, નીરજ ચોપરાની માતા સરોજ દેવીએ નીરજ અને અરશદની બંને સિદ્ધિઓ પર ખુશી વ્યકત કરી હતી. સરોજ દેવીએ જણાવ્યું હતું કે, “અમે સિલ્વરથી ખૂબ જ ખુશ છીએ, જેને ગોલ્ડ મેડલ મળ્યો તે પણ મારો દીકરો જ છે અને જેણે સિલ્વર મળ્યો એ પણ મારો દીકરો છે. બધા એથ્લેટ સખત મહેનત કરે છે, ખેલાડીઓના જીવનમાં આવું થયા કરે…’

સરોજ દેવીએની ટિપ્પણીઓનો હૃદયસ્પર્શી જવાબ આપતા અરશદ નદીમે કહ્યું કે “મા સબકે લિયે દુઆ કરતી હૈ, મેં નીરજ ચોપરા કી માતા કા શુક્રગુઝર હુ, વો ભી મેરી મા હૈ. ઉનહોને હમારે લિયે દુઆ કી ઔર હમ દોનો ને પૂરે વર્લ્ડ કે સામને પરફોર્મ કિયા.”

નદીમની માતા રઝિયા પરવીને પણ નીરજને તેના પુત્રનો ભાઈ અને મિત્ર કહીને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. પરવીને પાકિસ્તાન મીડિયાને જણાવ્યું હતું કે “વો ભી મેરે બેટે જૈસા હૈ. વો નદીમ કા દોસ્ત ભી હૈ, ભાઈ ભી હૈ.”

સમગ્ર કારકિર્દી દરમિયાન, અરશદ નદીમ અને નીરજ ચોપરા વચ્ચેનો મજબૂત બોન્ડ રહ્યો છે. આ બે તેજસ્વી રમતવીરોએ સતત એકબીજાને પ્રેરણા આપતા રહે છે. પોતાની જાતને સિદ્ધિઓની નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નદીમે પેરિસમાં પાકિસ્તાન માટે ઈતિહાસ રચ્યો હતો, ઓલિમ્પિકમાં તેના રાષ્ટ્ર માટે પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા બન્યો હતો. 27 વર્ષીય એંડ્રિયાસ થોર્કિલ્ડસેનના 90.57 મીટરના ઓલિમ્પિક રેકોર્ડને ફાઇનલમાં તેના બીજા થ્રો પર 92.97 ના ભારે અંતર સુધી જેવલીન ફેંકીને તોડી નાખ્યો. તેણે તેના છેલ્લા થ્રો પર 91.79 મીટરનું અંતર હાંસલ કરીને ફરીથી રેકોર્ડ તોડ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button