ઇન્ટરનેશનલ

આ દેશમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ જ અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું, આ આદેશ આપવો પડ્યો મોંઘો…

સિઓલ: દક્ષિણ કોરિયામાં હાલ ભારે રાજકીય ઉથલપાથલ જોવા મળી (Soul Korea) રહી છે. અદાલતે રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ (Yoon Suk Yeol) સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું છે, દેશમાં પ્રથમ વખત આવું થયું છે. માર્શલ લો લાગુ કરવાના પ્રયાસ બદલ રાષ્ટ્રપતિ યુન મહાભિયોગ કરવામાં આવ્યો હતો. સિઓલ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટે જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન હેડક્વાર્ટરની અરજી પર વોરંટને મંજૂરી આપી છે. આ એજન્સી બળવો અને સત્તાના દુરુપયોગ માટે દક્ષિણ કોરિયાના નેતાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : સાઉથ કોરિયા પોલીસે રાષ્ટ્રપતિ સામે કડક કાર્યવાહી કરી! આ મામલે થઇ રહી છે તપાસ

બળવાનો આરોપ:

સ્થાનિક મીડિયા અનુસાર, દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ આ પ્રથમ વખત અરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અધિકારીઓનો દાવો છે કે યુને સૈનિકો એકઠા કરીને અને રાષ્ટ્રપતિની સત્તાનો દુરુપયોગ કરીને બળવાનું કાવતરું ઘડ્યું હતું. યૂને પૂછપરછ માટે મોકલવામાં આવેલા સમન્સનો જવાબ આપવાનો ઇનકાર કર્યો છે. તેમની કાયદાકીય ટીમે આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે સત્તાના દુરુપયોગ માટે વર્તમાન રાષ્ટ્રપતિ સામે કાર્યવાહી કરી શકાતી નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે માર્શલ લૉ બંધારણ અનુસાર છે.

યુન દ્વારા લાદવામાં આવેલ માર્શલ લો માત્ર છ કલાક ચાલ્યો હતો, પરંતુ તેના કારણે ભારે રાજકીય ઉથલપાથલ થઈ હતી. ત્યાર બાદ તેમના આદેશ પર નેશનલ એસેમ્બલીમાં મતદાન અટકાવવા યુને સેંકડો સૈનિકો અને પોલીસ અધિકારીઓને માટે મોકલ્યા, પરંતુ પૂરતા સાંસદો એસેમ્બલીમાં પ્રવેશવામાં સફળ થયા અને સર્વસંમતિથી માર્શલ લોને ઉથલાવી દીધો.

રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ:

સાઉથ કોરિયાની નેશનલ એસેમ્બલીએ 14 ડિસેમ્બરે યુન સામે મહાભિયોગ ચલાવવાની તરફેણમાં મતદાન કર્યું હતું. નેશનલ એસેમ્બલીના મહાભિયોગ પ્રસ્તાવને પગલે યુનને ઓફિસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ તેણે અંત સુધી લડવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમનો દાવો છે કે 3 ડિસેમ્બરે જ્યારે તેમણે સેંકડો સૈનિકોને નેશનલ એસેમ્બલીમાં મોકલ્યા ત્યારે તેમનો બંધારણીય આદેશને ખલેલ પહોંચાડવાનો ઈરાદો નહોતો.

આ પણ વાંચો : દક્ષિણ કોરિયામાં રાજકીય તણાવ: માર્શલ લોની જાહેરાત બાદ લોકોનો વિરોધ, સંસદે રાષ્ટ્રપતિનો નિર્ણય પલટ્યો

કોર્ટના આદેશની રાહ:

હવે દક્ષિણ કોરિયાની બંધારણીય નક્કી કરવાનું છે કે યુનને પદ પરથી હટાવવા જોઈએ કે નહીં. જો અદાલત યુનને પદ પરથી હટાવવાનો નિર્ણય લે છે, તો નિર્ણયના 60 દિવસની અંદર ચૂંટણી યોજવી પડશે. દક્ષિણ કોરિયાના મોટાભાગના લોકો માને છે કે યુન દ્વારા માર્શલ લોની ઘોષણા યોગ્ય ન હતી. નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન ચોઈ સાંગ-મોક દક્ષિણ કોરિયાના નવા વચગાળાના નેતા બન્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button