ઇન્ટરનેશનલ

Sheikh Hasinaની મુશ્કેલીઓ વધી: બાંગ્લાદેશમાં ધરપકડ વોરંટ જાહેર

ઢાકા: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા વિરોધ અને ભારે હિંસા બાદ દેશ છોડનાર શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયાન અહેવાલો અનુસાર બાંગ્લાદેશની એક કોર્ટે માનવતા વિરુદ્ધ અપરાધ કરવાના આરોપમાં તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. ફાટી નીકળેલી હિંસા બાદ શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારતના હિંડન એરબેઝ પર ઉતર્યા હતા. ત્યારથી તે ભારતમાં આશરો લઈ રહ્યા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

કોર્ટમાં શેખ હસીના વિરુદ્ધ વકીલ મોહમ્મદ તાજુલ ઈસ્લામે અરજી દાખલ કારી છે, તેમણે કહ્યું હતું કે આ એક યાદગાર દિવસ છે. આ જ સમયે બાંગ્લાદેશમાં આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા લોકોમાંથી એકના પરિવારજને પણ કહ્યું હતું કે આ એક સારા સમાચાર છે, અમને આશા છે કે હવે શેખ હસીના સામે ટ્રાયલ આગળ વધશે અને અમને ન્યાય મળશે. બાંગ્લાદેશમાં છેલ્લા દોઢેક દાયકાથી શેખ હસીના સત્તા પર હતા. તેમના પર વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મોટા પાયે લોકોની ધરપકડ કરવાનો આરોપ છે.

બાંગ્લાદેશ ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલના મુખ્ય અધિવક્તા તાજુલ ઈસ્લામે કહ્યું કે, શેખ હસીનાને 18 નવેમ્બરે કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈસ્લામે કહ્યું, ‘શેખ હસીના જુલાઈથી ઓગસ્ટ સુધી દેશમાં હિંસા ફેલાવનારાઓનું નેતૃત્વ કર્યું હતું, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.’ કોર્ટે શેખ હસીના ઉપરાંત તેમની પાર્ટી અવામી લીગના જનરલ સેક્રેટરી કૈદુલ કાદરની પણ ધરપકડ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ બે નેતાઓ ઉપરાંત અન્ય 44 લોકો માટે પણ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button