ઇન્ટરનેશનલ

Apple એ યુકેના આઇફોન યુઝર્સને મોટો આંચકો આપ્યો, મહત્વના સિક્યુરિટી ફિચરને દૂર કર્યું

નવી દિલ્હી: એપલે(Apple)યુકેના આઇફોન યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. જેમાં એપલે આઇફોન યુઝર્સને અપાતી એક સિક્યુરિટી ફીચર્સને દૂર કરી છે. જેના પગલે આઇફોન યુઝર્સની એડવાન્સ ડેટા પ્રોટેક્શનની સુવિધા દૂર થઈ જશે. એપલ આ એન્ક્રિપ્શન ફીચરને દૂર કરવા તૈયાર નહોતું કારણ કે હેકર્સ તેના યુઝર ડેટાને પણ એક્સેસ કરી શકતા હતા. જોકે યુકે સરકારના આદેશ બાદ કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો. યુકે સરકારે કહ્યું કે કંપનીએ યુઝર ડેટા એક્સેસ કરવા માટે એક બેકડોર બનાવવો જોઈએ. જેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: યુરોપિયન કમિશને Apple ને આપ્યો ફટકો, આ નિયમોનું પાલન કરવા નિર્દેશ આપ્યા

આઇફોન યુઝર્સની અપાતી એડીપી સુવિધા દૂર કરી

એપલે આઇફોન યુઝર્સની અપાતી એડીપી સુવિધા દૂર કરી છે. આ એડીપી એ આઇફોન યુઝર્સ માટે એક વૈકલ્પિક સુવિધા છે. જે ડિવાઇસ પર એન્ડ-ટુ-એન્ડ સુરક્ષા પૂરી પાડે છે. આ સુવિધાની મદદથી આ ક્લાઉડ પર અપલોડ કરાયેલા ડેટાને વધુ સુરક્ષા મળે છે. આ સુવિધા ડિવાઇસના બેકઅપને સુરક્ષિત કરે છે જેમાં ફોટા, મેસજ, વિડિઓઝ વગેરેનો સમાવેશ થાય છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તેને દૂર કરવાથી યુઝર ડેટા ચોરી થવાનું જોખમ વધે છે.

યુઝર્સ માટે ડેટા લીક થવાનું જોખમ વધી ગયું

એપલે તેના નિવેદનમાં કહ્યું, ‘અમે એડવાન્સ્ડ ડેટા પ્રોટેક્શન દૂર કર્યું છે. આ એક વધારાનું સુરક્ષા સ્તર હતું. યુકેના યુઝર્સ હવે આ સુવિધાનો લાભ મેળવી શકશે નહીં. આના કારણે, હવે યુઝર્સ માટે ડેટા લીક થવાનું જોખમ વધી ગયું છે. તે ગ્રાહક ગોપનીયતા માટે પણ એક મોટો મુદ્દો બની ગયો છે. એડીપીના કારણે યુઝર્સ સિવાય બીજું કોઈ તેમના ડેટાને એક્સેસ કરી શકતું નથી.જોકે, યુકે સિવાય અન્ય કોઈપણ દેશના યુઝર્સને આની કોઈ અસર થશે નહીં.

એપ સ્ટોરમાંથી 1.35 લાખ એપ્સ દૂર કરવામાં આવી

એપલ સંબંધિત અન્ય સમાચારોની વાત કરીએ તો, કંપનીએ તાજેતરમાં એપ સ્ટોર પર મોટી કાર્યવાહી કરી છે અને 1.35 લાખ એપ્સ દૂર કરી છે. કંપનીએ યુરોપિયન યુનિયનના નિયમોને કારણે આ પગલું ભર્યું છે. એપલનું આ પગલું એપ સ્ટોર પર પારદર્શિતા વધારવા માટે લેવામાં આવ્યું છે. કંપનીએ એપ ડેવલપર્સને 17 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો કે તેઓ તેમની એપ્સ માટે આ નિયમનું પાલન કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button