ઇન્ટરનેશનલનેશનલ

યુક્રેનની જેલમાં બંધ મોરબીના મુસ્લિમ યુવકનો બીજા વીડિયો, રશિયામાં દગો કરીને ફસાવાયો ને………

કિવ/મોરબી: રશિયા અને યુક્રેન યુદ્ધમાં એક ગુજરાતીને ઝડપી લેવામાં આવ્યો હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. આ યુવક રશિયાની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયો હતો. જેમાં તેને ડ્રગ્સ કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેમજ તેમાં રશિયન ભાષામાં કહેવામાં આવે છે કે જો તેને સજાથી બચવું હોય તો રશિયાની સેના સાથે એક કરાર કરવો પડશે. જેમાં તે જેલમાં રહેવા નહોતો માંગતો તેથી તેણે આ કરાર પર સહી કરી હતી. હવે તેનો બીજો વીડિયો સામે આવ્યો છે.

યુક્રેનની જેલમાં બંધ મોરબીના મુસ્લિમ યુવક સાહિલ મોહમ્મદ હુસૈન બીજા વીડિયોમાં રશિયામાં દગો કરીને ફસાવાયો હોવાનું કહી રહ્યો છે. વીડિયોમાં તે લોકોને અકોઈપણ સંજોગોમાં રશિયન સેનામાં સામેલ ન થવાની અપીલ કરી રહ્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેને કથિત રીતે ખોટા ડ્રગ્સ કેસમાં બ્લેકમેલ કરીને રશિયન સેનામાં સેવા આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. વીડિયો મળ્યા પછી, સાહિલની માતાએ તેના પુત્રની સુરક્ષિત વાપસી માટે દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી ફેબ્રુઆરી 2026માં થશે.

સાહિલ મોહમ્મદ હુસૈને અગાઉના વીડિયોમાં કહ્યું કે તેમના કરાર મુજબ, તેમણે એક વર્ષ માટે રશિયન સેનામાં સેવા આપવાનો હતો. તેને કહેવામાં આવ્યું હતું કે તેમની સેવા પૂર્ણ થયા પછી તેને ભારત પાછા મોકલવામાં આવશે. આ વીડિયો મુજબ એક ઓક્ટોબરના રોજ 16 દિવસની તાલીમ બાદ સાહિલ મોહમ્મદ હુસૈનને પ્રથમ યુદ્ધ મિશન પર મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેણે ત્રણ દિવસ પસાર કર્યા હતા. તેમજ પોતાના કમાન્ડર સાથે સંઘર્ષ બાદ તેણે 63મી મેકેનાઈઝડ બ્રિગેડ યુક્રેન સેના સામે આત્મસમપર્ણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારત સહિત ત્રીજા પક્ષના દેશોના નાગરિકોને આકર્ષક નોકરીઓ અથવા અન્ય તકોના વચન આપીને રશિયા દ્વારા ફોસલાવવામાં આવ્યા હતા અને પછી તેમને સેનામાં જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ વર્ષના જાન્યુઆરીમાં સરકારે આવા ભારતીયોની સંખ્યા 126 જણાવી હતી. આમાંથી 96 ભારત પાછા ફર્યા હતા. જયારે 12 મૃત્યુ પામ્યા હતા અને 16 ગુમ છે.

આપણ વાંચો:  ‘યુનુસ સરકારે આતંકવાદીઓને છૂટા મૂક્યા!’ બાંગ્લાદેશ હિંસા અંગે શેખ હસીનાનું નિવેદન

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button