ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

અમેરિકામાં ફરી એક મંદિર પર હુમલોઃ ભારતવિરોધી નારા પણ દિવાલો પર લખાયા

કેલિફોર્નિયાઃ અહીંના ચીનો હિલ્સ ખાતે સ્વામીનારાયણ મંદિર પર હુમલો થવાની ઘટનાએ ફરી શ્રદ્ધાળુઓને ઠેસ પહોંચાડી છે. અમેરિકામાં એકાદ બે મહિના પહેલા જ મંદિર પર હુમલાની ઘટના ઘટી હતી. બીએપીએસ પબ્લિક અફેર્સના સૂત્રોએ મીડિયાને આપેલી જાણકારી અનુસાર અહીં ચીનો હિન્સ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે અને મંદિરના પરિસરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. હુમલાખોરોએ દિવાલો પર ભારતવિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે.
બીએપીએસ પબ્લિક અફેર્સના ટ્વીટર પર લખ્યું છે કે ફરી મંદિર પર હુમલો કરી નફરત ફેલાવવાની કોશિશ વિરુદ્ધ ચીનો હિલ્સનો હિન્દુ સમુદાય મજબૂતી સાથે ઊભો છે. ચીનો હિલ્સ અને દક્ષિણી કેલિફોર્નિયાના વિસ્તારોમાં ક્યારેય નફરતને પગ જમાવવા દેશું નહીં. અમારી સહિયારી માનવતા અને શ્રદ્ધા એ વાતનું ધ્યાન રાખશે કે શાંતિ અન કરૂણા બની રહે.

આ વિભાગના પોલીસ સ્ટેશન તરફથી ઘટનાની કોઈ સત્તાવાર માહિતી કે નિવેદન બહાર આવ્યા નથી. આ ઘટનાથી ફરી હિન્દુ સમુદાય તરફી નફરત વિષય પ્રકાશમાં આવ્યો છે.

આ પણ વાંચો…ટ્રમ્પની હાજરીમાં જ મસ્ક અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે ઉગ્ર દલીલ, જાણો શું હતું કારણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button