કેનેડામાં પણ ભારતીય મૂળના નેતા વડા પ્રધાન બની શકે છે! આ સાંસદોના નામ અંગે ચર્ચા
ઓટાવા: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ગઈ કાલે એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો, તેમણે જાહેરાત કરી કે તેઓ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા અને વડાપ્રધાન પદ પરથી રાજીનામું (Justin Trudeau Resign) આપશે. જો કે પાર્ટીના નવા નેતાની પસંદગી કરે ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ રહેશે. ત્યારે લિબરલ પાર્ટીએ (Liberal Party of Canada) વડા પ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા શરુ કરી છે. લિબરલ પાર્ટીના નવા નેતા માટે ઘણા નામો સામે આવ્યા છે, જેમાં ભારતીય મૂળના બે રાજકારણીઓનો પણ સમાવેશ થાય છે, આમાંનું એક નામ એક નામ અનિતા આનંદ (Anita Anand) અને બીજું નામ જ્યોર્જ ચહલ (George Chahal) છે. એક અહેવાલ મુજબ લિબરલ પાર્ટી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, માર્ક કાર્ને, ડોમિનિક લેબ્લેન્ક, મેલાની જોલી, ફ્રાન્કોઈસ-ફિલિપ શેમ્પેઈન, ક્રિસ્ટી ક્લાર્ક, અનિતા આનંદ અને જ્યોર્જ ચહલના નામ પર વિચાર કરી રહી છે. આ નેતાઓના નામ અને ઈતિહાસ પર ચર્ચા બાદ લિબરલ પાર્ટીના નેતા પસંદ કરવામાં આવશે.
કોણ છે અનિતા આનંદ?
અનિતા આનંદ ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને વર્તમાન પરિવહન અને આંતરિક વેપાર મંત્રાલયના પ્રધાન છે. અનિતાના માતા-પિતા ભારતના તમિલનાડુ અને પંજાબના છે. અનિતાને રાજકારણનો ઘણો અનુભવ છે. તેમણે કોવિડ પાન ડેમિક દરમિયાન પ્રસંશનીય કામ કર્યું હતું, ત્યાર બાદ તેમને લોકપ્રિયતા મળી હતી. ભારતીય મૂળના લોકોમાં પણ તેમની સારી છબી છે.
Also read: કેનેડામાં રાજકીય સંકટ ઘેરાયું, ઉઠી વડાપ્રધાન Justin Trudeauના રાજીનામાની માંગ
જ્યોર્જ ચહલ:
વડા પ્રધાન પદની રેસમાં ભારતીય મૂળના અન્ય એક નેતા આલ્બર્ટાના લિબરલ સાંસદ જ્યોર્જ ચહલ પણ સામેલ છે. એક વકીલ અને સમુદાયના નેતા તરીકે, ચહલે કેલગરી સિટી કાઉન્સિલર તરીકે વિવિધ સમિતિઓમાં સેવા આપી છે. તેઓ પ્રાકૃતિક સંસાધનોની સ્થાયી સમિતિ અને શીખ કોકસના અધ્યક્ષ પણ છે. ચહલ છેલ્લા ઘણા દિવસોથી ટ્રુડોની ટીકા કરી રહ્યા છે.
આ નેતા સૌથી પ્રબળ દાવેદાર:
નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન રહી ચુકેલા ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ કેનેડાના નવા વડા પ્રધાન માટેની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવ અને આર્થિક કુશળતા તેમને વડા પ્રધાન પદ માટે મજબૂત દાવેદાર બનાવે છે. બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક કાર્ની પણ આ પદ માટે પ્રબળ દાવેદાર છે. તેમની નાણાકીય કુશળતા અને આર્થિક કુશળતા તેમને આ પદ માટે વધુ મજબુત દાવેદાર બનાવે છે.