ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ઇમરાન ખાનના મોતની ફરી `અફવા’ વચ્ચે ભૂતપૂર્વ પત્ની રેહમ ખાનને હતી આ દહેશત…

નવી દિલ્હીઃ પાકિસ્તાન (PAKISTAN)ના ભૂતપૂર્વ ક્રિકેટ-કૅપ્ટન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Imran khan)ની હત્યા થઈ અથવા તેનું મૃત્યુ થયું એવી અગાઉના છ વર્ષ દરમ્યાન કેટલીક વાર અફવા ઉડી ચૂકી છે, પરંતુ શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ પહેલાં બપોરથી ઇમરાનના મોતની અફવા ફરી એકવાર વાઇરલ થઈ હતી.

કેટલાક મીડિયામાં પાકિસ્તાન સરકારના વિદેશી મંત્રાલયના સત્તાવાર લેટર-હેડ નીચે ઇમરાનના મૃત્યુ વિશેની વિગતો લખવામાં આવી હતી અને એ લેટર વાઇરલ થયો હતો.

મોડી સાંજે અમુક મીડિયાએ ઇમરાનના મૃત્યુ વિશેની વિગતો આપતો અહેવાલ ઇન્ટરનેટ પરથી ડીલીટ કરી નાખ્યો હતો એ વાત અલગ છે, પણ સાંજે ઇમરાન ખાનની ભૂતપૂર્વ પત્ની રેહમ ખાનની દહેશતને લગતો એક અહેવાલ પણ ચર્ચાસ્પદ થયો હતો.

આ પણ વાંચો: પાકિસ્તાનની જેલમાં ઇમરાન ખાન સાથે જાતીય શોષણનો દાવો, કથિત મેડિકલ રિપોર્ટ વાઇરલ

ઇમરાન ખાને 1995માં ઇંગ્લૅન્ડના બિઝનેસમૅન જેમ્સ ગોલ્ડસ્મિથની પુત્રી જેમાઇમા ગોલ્ડસ્મિથ સાથે લગ્ન કર્યા હતા. બન્નેના 2004માં છૂટાછેડા થયા હતા. ઇમરાનથી જેમાઇમા બાવીસ વર્ષ નાની હતી. ઇમરાને 2015માં બ્રિટિશ-પાકિસ્તાની પત્રકાર, લેખિકા તથા ફિલ્મમેકર રેહમ ખાન (Reham Khan) સાથે શાદી કરી હતી અને એ જ વર્ષમાં બન્નેએ ડિવૉર્સ લઈ લીધા હતા. ઇમરાનથી રેહમ 23 વર્ષ નાની હતી. ઇમરાને રાજકીય ક્ષેત્રે સક્રિય બનવાની સાથે પોતાનાથી 18 વર્ષ નાની રાજનેતા બુશરા બીબી સાથે લગ્ન કર્યા હતા.

પાકિસ્તાન તેહરિક-એ-ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટીના ચીફ ઇમરાનને બે સંતાનો છે અને હાલમાં ઇમરાન જેલમાં છે.
તેની બીજી પત્ની રેહમ ખાને બે દિવસ પહેલાં એવી દહેશત વ્યક્ત કરી હતી કે તેના પતિ મિરઝા બિલાલને ભારતથી ધમકી મળી રહી છે. રેહમે સોશિયલ મીડિયામાં એવું પણ જણાવ્યું હતું કે તેના પતિને તેમ જ તેના પરિવારને સોશિયલ મીડિયામાં ભારતીય અકાઉન્ટ પરથી મોતની ધમકી મળી રહી છે. રેહમના પતિને ભારતથી ધમકી મળવા પાછળનું કારણ એ હતું કે તેણે એક વીડિયોમાં ભારતના પાકિસ્તાન વિરોધી `ઑપરેશન સિંદૂર’ની હાંસી ઉડાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button