ઇન્ટરનેશનલનેશનલ

બોઇંગ 737નું ઉત્પાદન રોકવાનો અમેરિકાનો નિર્ણય, જાણો કોને અસર થશે?

ન્યૂ યોર્ક/નવી દિલ્હીઃ વિવાદાસ્પદ બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટના ઉત્પાદન રોકવાના યુએસ એવિયેશન રેગ્યુલેટરનો નિર્ણયથી ભારતીય એરલાઇન્સ માટે ખરાબ સમાચાર હોઈ શકે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસ જેટ અને અકાસા એર પહેલાથી જ જેટના સેંકડો વેરિઅન્ટ્સ માટે ઓર્ડર આપી ચૂકી છે. ત્રણ અઠવાડિયા પહેલા અલાસ્કા એરલાઇન્સની ફ્લાઇટ બાદ બોઇંગ તેની ગુણવત્તા અંગે સઘન તપાસનો સામનો કરી રહી છે. જોકે, સદનસીબે પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જો કે, આ પછી બોઇંગની ઉત્પાદન પ્રક્રિયાઓની સઘન તપાસ વધી છે. બોઇંગ 737 મેક્સ 9 પર 5 જાન્યુઆરીની ઘટના એ જ વિમાનમાં કેટલાક મહિનાઓ પહેલા નાની સમસ્યાઓ ઊભી થઈ ચૂકી હતી.

વર્ષ 2018 અને 2019માં 737 MAX 8 વિમાનોના બે ક્રેશથી 346 લોકો માર્યા ગયા ત્યારથી અલાસ્કા એરલાઇન્સ મુદ્દે બોઇંગ માટે સૌથી ગંભીર ઓપરેશનલ સમસ્યાઓ પૈકી એક છે.


યુએસ એવિએશન રેગ્યુલેટર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને હવે ચુકાદો આપ્યો છે કે બોઇંગ વિવાદાસ્પદ પ્લેનના ઉત્પાદનના બિઝનેસને વિસ્તૃત કરી શકશે નહીં જ્યાં સુધી તે તેની સાથે કામ ન કરે. આ નિર્ણયથી ભારતીય એવિયેશન સેક્ટર પર અસર પડી શકે છે. ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસ જેટ અને અકાસા એર સહિતની ભારતીય એરલાઈન્સ માટે આ જાહેરાત એક મહત્વપૂર્ણ પડકાર છે. તેઓએ સામૂહિક રીતે બોઇંગ 737 મેક્સના સેંકડો પ્રકારો માટે ઓર્ડર આપ્યા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ પાસે 181 737 મેક્સ એરક્રાફ્ટનો ઓર્ડર છે, જ્યારે અકાસા એર અને સ્પાઈસજેટ પાસે ગયા વર્ષે 70 અબજ ડોલરના કરાર હેઠળ અનુક્રમે 204 અને 142 મેક્સ જેટનો ઓર્ડર છે. અલબત્ત, યુએસ એર નિયામકે લીધેલા પગલાંથી સમગ્ર સેક્ટર પર અસર પડી શકે છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button