અમેરિકાનો ચીન પર મોટો સાયબર હુમલો, ચીનના ટાઇમ સેન્ટરને નુકસાન…

બેઈજિંગ : અમેરિકાએ ચીન પર મોટો સાયબર હુમલો કર્યો હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યા છે. આ હુમલામાં ચીનના નેશનલ ટાઇમ સેન્ટરને ભારે નુકસાન થયું છે. ચીને રવિવારે આ હુમલા માટે યુએસ નેશનલ સિક્યુરિટી એજન્સી ને જવાબદાર ઠેરવી હતી.
ચીનની સુરક્ષા એજન્સીઓ સતર્ક
આ અંગે ચીને જણાવ્યું હતું કે આ અમેરિકાનો સાયબર હુમલો છે. ચીને આરોપ લગાવ્યો છે કે આ સાયબર હુમલાથી નેટવર્ક, કોમ્યુનિકેશન અને નાણાકીય અને વીજ સંચાલનમાં ભારે નુકસાન થયું છે. પરંતુ ચીનની સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. જેના લીધે મોટું નુકસાન ટળ્યું છે. ચીનના આ નિવેદનથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધવાની શક્યતા છે.
સાયબર હુમલા માટે અમેરિકા જવાબદાર
ચીનનું ટાઇમ સેન્ટર ચીનના માનક સમયનું નિર્માણ અને વિતરણ માટે જવાબદાર છે. જે સંદેશાવ્યવહાર, નાણાં, વીજળી, પરિવહન અને સંરક્ષણ જેવા ઉદ્યોગોને સમય જાળવણી સેવાઓ પણ પૂરી પાડે છે. તેમજ ચીન આ સાયબર હુમલામાં અમેરિકાને જવાબદાર ઠેરવી રહ્યું છે.
અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધશે
જોકે, બીજી તરફ અમેરિકાએ તાજેતરના વર્ષોમાં આરોપ લગાવ્યો છે કે ચીનની સરકાર સાથે જોડાયેલા હેકર્સે અધિકારીઓ, પત્રકારો, કંપનીઓ અને અન્ય લોકોને નિશાન બનાવ્યા છે. જોકે, ચીનના આ નિવેદનથી વેપાર, ટેકનોલોજી અને તાઇવાન મુદ્દાઓ પર અમેરિકા અને ચીન વચ્ચે પહેલાથી જ ચાલી રહેલા તણાવમાં વધારો થઈ શકે છે. યુએસ એમ્બેસીએ આ ઘટના પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી.
આ પણ વાંચો…ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનડીસીએક્સ સાયબર હુમલો: ₹ 378 કરોડનો ફટકો!