અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે મોંધવારીમાં વધારો, વ્યાજ દરના ઘટાડાની શક્યતા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે મોંધવારીમાં વધારો, વ્યાજ દરના ઘટાડાની શક્યતા

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શરુ કરાયેલા કરાયેલા ટેરિફ વોરની અસર દેશના અર્થતંત્ર પણ જોવા મળી છે. જેમાં અમેરિકાના શ્રમ મંત્રાલયના આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં અમેરિકામાં ફુગાવાનો દર વધ્યો છે. જેના લીધે જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેમાં ખાસ કરીને ગેસ, ખાદ્ય સામગ્રી, હવાઈ ભાડું અને કપડાનો સમાવેશ થાય છે. જેના લીધે આગામી સપ્તાહે યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠક વ્યાજ દરમાં ઘટાડો થઈ શકે છે.

ફુગાવો 3.1 ટકા રહ્યો

અમેરિકાના શ્રમ મંત્રાલયના આંકડા અનુસાર ઓગસ્ટ માસમાં ગ્રાહક સુચકાંકમાં 2.9 ટકા નો વધારો થયો છે. આ જુલાઈના 2.7 ટકા કરતા વધારે છે. જાન્યુઆરી પછી આ સૌથી મોટો વધારો છે. ખાદ્ય અને ઉર્જા જેવા અસ્થિર ક્ષેત્રોને બાદ કરતાં ફુગાવો 3.1 ટકા રહ્યો છે. જે જુલાઈ માસને સમકક્ષ છે. તેમજ આ આંકડા યુએસ ફેડરલ રિઝર્વના 2 ટકાના લક્ષ્યાંકથી ઉપર છે.

માસિક ફુગાવામાં પણ વધારો નોંધાયો

આ ઉપરાંત યુએસ માસિક ફુગાવામાં પણ વધારો નોંધાયો છે. જેમાં જુલાઈથી ઓગસ્ટ દરમિયાન કિંમતોમાં 0.4 ટકાનો વધારો થયો. આ પાછલા મહિનામાં 0.2 ટકાના વધારા કરતા ઘણો વધારે હતો. સતત બીજા મહિનામાં મુખ્ય ભાવમાં 0.3 ટકાનો વધારો થયો.

ફેડરલ રિઝર્વ બેંકની બેઠક પૂર્વેનો અંતિમ આંકડો

અમેરિકામાં વધતી મોંધવારીનો આંકડો આગામી સપ્તાહે મળનારી ફેડરલ રિઝર્વ બેંકની બેઠક પૂર્વેનો અંતિમ આંકડો છે.
જેના લીધે ટૂંકા ગાળાનું વ્યાજ દર 4.3 ટકાથી ઘટાડીને લગભગ 4.1 ટકા કરવામાં આવે તેવી શક્યતા છે. તેમજ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ વ્યાજ દર ઘટાડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

રોજગાર ક્ષેત્ર પણ નિરાશાજનક માહોલ

દેશના ફુગાવો અને મોંધવારીમાં વધારા સાથે રોજગાર ક્ષેત્રે પણ નિરાશાજનક માહોલ રહ્યો છે. જેમાં બેરોજગારી દર 4.3 ટકા સુધી વધ્યો છે. જેમાં તાજેતરના મહિનાઓમાં ભરતીમાં તીવ્ર ઘટાડો થયો છે અને તે ગત વર્ષના અંદાજ કરતા ઓછો છે. ઓગસ્ટમાં બેરોજગારી દર વધીને 4.3 ટકા થયો. જે અત્યાર સુધીનો સૌથી નીચું સ્તર છે. તેમજ ગત સપ્તાહે ગયા સાપ્તાહિક બેરોજગારી દરમાં તીવ્ર વધારો થયો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button