અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફમાં રાહતની આશા, પારસ્પરિક ટેરિફ પણ ઘટશે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાએ ભારત પર લાદેલા ટેરિફમાં રાહતની આશા, પારસ્પરિક ટેરિફ પણ ઘટશે

નવી દિલ્હી : ભારત અમેરિકા વચ્ચેના ટેરિફ વિવાદ વચ્ચે દેશના મુખ્ય આર્થિક સલાહકારે ટેરિફમાં ઘટાડાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને ગુરુવારે એક કાર્યક્રમમાં જણાવ્યું જે અમેરિકા ભારત પર લગાવેલી પેનલ્ટી દુર કરી શકે છે. તેમજ સાથે પારસ્પરિક ટેરિફમાં 10 થી 15 ટકાનો ઘટાડો થઈ શકે છે. જેના લીધે ભારતીય નિકાસકારોને નોંધપાત્ર રાહત મળવાની શક્યતા છે.

ટેરિફ નવેમ્બરના અંત સુધ પરત ખેંચી શકાય છે

તેમણે વધુમાં જણાવ્યું કે, ઓગસ્ટમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલું ટેરિફ નવેમ્બરના અંત સુધ પરત ખેંચી શકાય છે. મારી વ્યક્તિગત અપેક્ષા છે કે નવેમ્બરના અંત સુધીમાં પેનલ્ટી ટેરિફ હટાવી લેવામાં આવશે.તેમજ પારસ્પરિક ટેરિફમાં ઘટાડો થવાની શક્યતા છે.

બંને દેશોના પ્રતિનિધી વચ્ચે બેઠક યોજાઈ

આ ઉપરાંત હાલમાં અમલી પારસ્પરિક ટેરિફ 25 ટકા છે કે ઘટીને 10 -15 ટકા વચ્ચે આવી શકે છે. તેમનું માનવું છે કે આ વિવાદ 8 થી 10 સપ્તાહમાં ઉકેલી શકાય તેમ છે. આ દરમિયાન ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે હાલમાં જ અમેરિકાના વ્યપાર પ્રતિનિધી બ્રેડન લિંચ સાથે વાતચીત કરી હતી. તેમજ બંને દેશોના પ્રતિનિધી વચ્ચેની આ 50 ટકા ટેરિફ લગાવ્યા બાદની પ્રથમ મુલાકાત હતી.

ઉલ્લેખનીય છે કે, દ્વિપક્ષીય ટેરિફ વિવાદને કારણે ઘણા ભારતીય ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. જેના કારણે નિકાસકારો પર ગંભીર દબાણ સર્જાયું છે.

આપણ વાંચો:  સેબીએ હિંડનબર્ગ કેસમાં અદાણીને ક્લીન ચીટ આપી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button