અમેરિકાએ આપ્યો પાકિસ્તાનને આંચકો, આધુનિક મિસાઈલ આપવાનો કર્યો ઇનકાર | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

અમેરિકાએ આપ્યો પાકિસ્તાનને આંચકો, આધુનિક મિસાઈલ આપવાનો કર્યો ઇનકાર

ન્યુયોર્ક : અમેરિકાએ પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો છે. જેમાં અમેરિકાએ પાકિસ્તાનને આધુનિક મિસાઈલ આપવાનો ઇનકાર કરી દીધો છે. આ અંગે અમેરિકા તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પાકિસ્તાનને કેટલાક હથિયારો આપવામાં આવશે. પરંતુ નવા કોઈ હથિયાર સપ્લાય કરવામાં નહી આવે.

અમેરિકા આ અંગે સ્પષ્ટ ઇનકાર કર્યો

આ અંગે અમેરિકાના દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું કે , 30 સપ્ટેમ્બરના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ વોરે પાકિસ્તાન સહિત અનેક દેશોને હથિયાર વેચવાની જાહેરાત કરી હતી. જેમાં કેટલાક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા પાકિસ્તાનને એડવાન્સ મીડિયા રેન્જ એર ટુ એર મિસાઈલ(AMRAAM)આપશે. જયારે અમેરિકા આ અંગે સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

પાકિસ્તાનની અનેક મીડીયા ચેનલે દાવો કર્યો

પાકિસ્તાનની અનેક મીડીયા ચેનલે દાવો કર્યો હતો કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા પાકિસ્તાનને AMRAAM મિસાઇલોના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. તેમજ ટક્સન, એરિઝોના સ્થિત કંપની રેથિયોન પાકિસ્તાનને અદ્યતન મિસાઇલો સપ્લાય કરશે. આ રિપોર્ટ્સને પાકિસ્તાનની વાયુસેનાની લશ્કરી ક્ષમતાઓને વધારવા માટે અમેરિકા દ્વારા એક પગલા તરીકે જોવામાં આવી રહ્યું હતું.પરંતુ અમેરિકાએ હવે સ્પષ્ટતા કરી છે કે તેની આવી કોઈ યોજના નથી.

જાણો AMRAAM મિસાઈલની વિશેષતા ?

અમેરિકન એરફોર્સ અનુસાર, AMRAAM હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. આ મિસાઇલની વિશેષતા જોઈએ તો તેમાં ટાર્ગેટને લોક કરી શકાય છે. જેને હ્યુજીસ એરક્રાફ્ટ કંપની અને રેથિયોન દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. આ મિસાઇલ 366 સેમી લાંબી છે અને તેનું વજન 150.75 કિલોગ્રામ છે. તેની હવાથી હવામાં પ્રહાર કરવાની રેન્જ 20 માઇલ સુધીની છે. તેમજ તે ટાર્ગેટનો સંપૂર્ણ નાશ કરે છે.

આ પણ વાંચો…ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભૌગોલિક તણાવોનો આવશે અંત, શાંતિ પ્રસ્તાવના પ્રથમ તબક્કા પર સહમત

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button