અમેરિકામાં આર્થિક સંકટ વધુ ઘેરાયું, સરકારી કર્મચારીઓની છટણી શરુ

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે આર્થિક સંકટ વધુ ઘેરાયું છે. જેમાં અમેરિકામાં 10 દિવસના શટડાઉન બાદ હવે સરકારી કર્મચારીઓને નોકરીમાંથી છટણી કરવામાં આવી રહી છે. જયારે બજેટ અને વ્યવસ્થાપન વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે હજુ વધુ છટણી કરવામાં આવી શકે છે. આ સમગ્ર પ્રકિયાને ટ્રમ્પ દ્વારા ડેમોક્રેટ પર દબાણ ઉભા કરવાના પ્રયાસો તરીકે જોવામાં આવી રહી છે.
અમેરિકામાં સરકારના અનેક વિભાગોમાં છટણી શરુ
અમેરિકાના બજેટ અને વ્યવસ્થાપન વિભાગના ડિરેક્ટર રસ વોટે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું છે કે છટણી શરૂ થઈ ગઈ છે. અમેરિકામાં સરકારી વિભાગો શિક્ષણ, નાણાં, ગૃહ સુરક્ષા અને આરોગ્ય અને જન સેવા વિભાગોમાં છટણી થવાની અપેક્ષા છે. આ વિભાગોના પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે તેમને છટણીની સૂચનાઓ મળી છે.
જોકે, અમેરિકાના સામાન્ય રીતે શટડાઉન દરમિયાન કર્મચારીઓને રજા પર ઉતારવામાં આવે છે અને શટડાઉન સમાપ્ત થયા પછી પાછા બોલાવવામાં આવે છે. જો કે, છટણીથી અમેરિકામાં રાજકીય તણાવ વધી શકે છે.
રાજકીય પક્ષો દ્વારા નિર્ણયની આકરી ટીકા
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા સરકારી કર્મચારીઓની છટણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેના લીધે ટ્રમ્પ વહીવટીતંત્રને હવે લોકો અને રાજકીય પક્ષોની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ડેમોક્રેટ ઉપરાંત ટ્રમ્પની રિપબ્લિક પાર્ટીના કેટલાક નેતાઓ પણ આ નિર્ણયની ટીકા કરી છે.
છટણી ડેમોક્રેટિક પાર્ટીના કેન્દ્રિત વિભાગોમાં વધારે થશે
જયારે ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને જણાવ્યું હતું કે ઘણા લોકો તેમની નોકરી ગુમાવશે અને છટણી ડેમોક્રેટિક પાર્ટીના કેન્દ્રિત વિભાગોમાં વધારે થશે. અમેરિકામાં 1 ઓક્ટોબરથી શટડાઉન શરૂ થયું હતું. ટ્રમ્પ પ્રશાસને તમામ ફેડરલ એજન્સીઓને બજેટ ઓફિસને છટણી થઈ શકે તેવા કર્મચારીઓની યાદી પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો…અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરની શરુઆત, ટ્રમ્પે વધુ 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી
 


