Donald Trump શપથ લેતાની સાથે જ કરશે આ મોટી કાર્યવાહી
વોશિંગ્ટન : અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ(Donald Trump)જાન્યુઆરી 2025 માં શપથ ગ્રહણ કરશે. જોકે, આ શપથ ગ્રહણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક મોટા નિર્ણયો લઈ શકે છે તે અંગે અત્યારથી ચર્ચાઓ શરૂ થઇ છે. જેમાં મીડિયા અહેવાલ અનુસાર એક મહત્વના નિર્ણયમાં ડોનાલ્ડ ટ્રમ્પ કથિત રીતે યુએસ સેનામાંથી ટ્રાન્સજન્ડરને દૂર કરવા આદેશ કરી શકે છે.
જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ તરીકે પદગ્રહણ કરશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિણર્યથી અમેરિકન સેનામાં રહેલા 15,000 ટ્રાન્સજેન્ડર્સને સેવામાંથી દૂર કરવામાં અવઆવશે. ડોનાલ્ડ ટ્રમ્પે 5 નવેમ્બરે કમલા હેરિસને હરાવીને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટી જીત નોંધાવી હતી. તેઓ જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ તરીકે પદગ્રહણ કરશે.
ટ્રમ્પના નિર્ણયથી ઘણા વરિષ્ઠ અધિકારીઓ પ્રભાવિત થશે
રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ કાર્યભાર સંભાળતાની સાથે જ આ અંગે આદેશ જારી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પછી, સેનામાં સેવા આપતા હજારો ટ્રાન્સજેન્ડર લોકોને તબીબી આધાર પર દૂર કરવામાં આવશે. અહેવાલમાં એક આંતરિક વ્યક્તિના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ લોકોને એવા સમયે બહાર ખસેડવામાં આવશે જ્યારે સેના પૂરતા લોકોની ભરતી કરી શકશે નહીં. આ નિર્ણયથી પ્રભાવિત ઘણા લોકો ખૂબ જ વરિષ્ઠ હોદ્દા પર છે.
Also Read – Elon muskએ કરી ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા; અમેરિકા પર કર્યો કટાક્ષ
પ્રથમ કાર્યકાળમાં પણ આવો જ આદેશ આપ્યો હતો
ટ્રમ્પે પ્રથમ કાર્યકાળમાં પણ ટ્રાન્સજેન્ડર લોકોને સૈન્યમાં જોડાવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ જેઓ પહેલાથી સેવા આપી રહ્યા છે તેમને રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે, જો બાઈડેન આવતાની સાથે જ તેણે ટ્રમ્પના આદેશને સમાપ્ત કરવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર જાહેર કર્યો હતો.
અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ કડક નિર્ણયો શકય
ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ ક્ષેત્રોમાં ટ્રાન્સજેન્ડર લોકો પર સંપૂર્ણ પ્રતિબંધો લાદવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત ટ્રમ્પ વહીવટીતંત્ર શિક્ષણ, હેલ્થકેર અને સ્પોર્ટ્સ ક્ષેત્રમાં અનેક કડક નિર્ણયો લઈ શકે છે