અમેરિકાનું દેવું આસમાને, 5 મહિનામાં કુલ દેવું વધીને 37 ટ્રિલિયન ડોલરને પાર, અર્થતંત્ર સંકટમાં?

અમેરિકાનું દેવું આસમાને, 5 મહિનામાં કુલ દેવું વધીને 37 ટ્રિલિયન ડોલરને પાર, અર્થતંત્ર સંકટમાં?

વોશિંગ્ટન : અમેરિકા દુનિયાની સૌથી મોટી અર્થ વ્યવસ્થા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એટેકની અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે.જોકે, બીજી તરફ અમેરિકાની અર્થ વ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે.

અમેરિકાના ટ્રેઝરી વિભાગના આંકડા અનુસાર છેલ્લા પાંચ મહિનામાં દેશનું કુલ દેવું વધીને 37 ટ્રિલિયન ડોલરને પાર થયું છે. તેમજ છેલ્લા પાંચ મહિનામાં 01 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે.

અનુમાન કરતા પહેલા જ દેવું વધ્યું
અમેરિકાનું કુલ દેવું 37 ટ્રિલિયન ડોલર થયું છે. જે હાલ રેકોર્ડ સ્તર પર છે. તેમજ ટ્રેઝરી વિભાગના આ અંદાજ કરતા પણ
વધારે છે. જેમાં કોંગ્રેસના બજેટ કાર્યાલયના જાન્યુઆરી 2020માં અનુમાનમાં કહ્યું હતું કે અમેરિકાનું દેવું વર્ષ 2030 બાદ
37 ટ્રિલિયન ડોલરને પાર કરશે. જોકે, આ આંકડો વર્ષ 2025માં જ પાર કરી ગયો છે.

જુલાઈ 2024માં 35 ટ્રિલિયન ડોલર
અમેરિકાના ટ્રેઝરી વિભાગના અહેવાલ અનુસાર, છેલ્લા પાંચ મહિનામાં દેવામાં 01 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. આ ઉપરાંત જાન્યુઆરી 2024માં દેવું 34 ટ્રિલિયન ડોલર હતું. જે જુલાઈ 2024માં 35 ટ્રિલિયન ડોલર અને નવેમ્બર 2024માં 36 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું હતું. જે હાલ 37 ટ્રિલિયન ડોલરને પાર પહોંચ્યું છે.

લોન મોંધી થશે
આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે, અમેરિકા પર સતત વધી રહેલા દેવાના લીધે વ્યાજ દર પર દબાણ વધી રહ્યું છે. જેના લીધે લોન મોંધી થશે. તેમજ તેની એક આડ અસર એ પણ છે કે રોકાણમાં ઘટાડો થશે. તેમજ અમેરિકાનું દેવું વધવાનો દર છેલ્લા 25 વર્ષમાં સરેરાશ દર કરતા બમણો થયો છે.

આ પણ વાંચો…વિજય માલ્યા જેવા ભાગેડુઓને ભારત લાવવા સરળ બનશે! યુકે સરકારે લીધો મોટો નિર્ણય

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button