Americaએ આ કારણે અનેક વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દેશ નિકાલના આદેશ આપ્યા, ભારતીયો પર પણ અસર

નવી દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકામા(America)અભ્યાસ કરતા અનેક વિદેશી વિદ્યાર્થીઓને દેશ નિકાલના આદેશ આપ્યા છે. જેમાં વહીવટીતંત્રે અમેરિકામાં અભ્યાસ કરી રહેલા સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને એક ઇમેઇલ મોકલીને દેશ છોડવા આદેશ આપ્યો છે. આ વિદ્યાર્થીઓના F-1વિઝા (વિદ્યાર્થી વિઝા) રદ કરવામાં આવ્યા છે.
રાષ્ટ્ર વિરોધી પોસ્ટ શેર કરનારા વિદ્યાર્થીઓન ઇમેલ મળ્યા
આ નિર્ણય પાછળનું કારણ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓના આંદોલનોમાં તેમની ભાગીદારીને કારણભૂત ગણી છે. સરકારે સોશિયલ મીડિયા પર કથિત રાષ્ટ્ર વિરોધી પોસ્ટ શેર કરનારા અથવા લાઈક કરનારા વિદ્યાર્થીઓ સામે પણ કાર્યવાહી કરી છે. તેની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડી છે.
300 થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા
અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ જાહેરાત કરી હતી કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 300 થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા દરરોજ ચાલી રહી છે. દરેક દેશને એ નક્કી કરવાનો અધિકાર છે કે તેના દેશમાં કોણ રહી શકે અને કોણ ન રહી શકે.
એઆઇ આધારિત એપ્લિકેશન ‘કેચ એન્ડ રિવોક’ લોન્ચ કરી
યુએસ સરકારે એઆઇ આધારિત એપ્લિકેશન ‘કેચ એન્ડ રિવોક’ લોન્ચ કરી છે. આ એપ વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. જો કોઈ વિદ્યાર્થી હમાસ અથવા અન્ય પ્રતિબંધિત સંગઠનોને સમર્થન આપતો જોવા મળે છે. તો તેનો વિઝા રદ કરવામાં આવી રહ્યો છે. નવી વિઝા અરજી પ્રક્રિયા પણ કડક બનાવવામાં આવી છે.
આ પણ વાંચો: અમેરિકન કંપની ભારતમાં બનાવશે પરમાણુ રિએક્ટર, પરમાણુ ઊર્જા ક્ષમતા વધશે
ભારત સહિત ઘણા દેશોના વિદ્યાર્થીઓ ચિંતિત
અમેરિકામાં 11 લાખ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી 3.32 લાખ ભારતીય વિદ્યાર્થીઓ છે. હવે આ કડક નિયમોના કારણે વિદ્યાર્થીઓમાં ભય અને ચિંતા વધી ગઈ છે.