ઇન્ટરનેશનલ

અમેરિકાએ ફરી કેનેડાને ચડાવ્યું…

કેનેડાએ જ્યારે ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો ત્યારે અમેરિકાએ કેનેડાને એવી માહિતી આપી હતી કે આ હત્યામાં ભારતનો હાથ છે અને ફરી એ જ રીતે યુએસ પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસથી જણાવ્યું હતું કે ખાલિસ્તાની અલગતાવાદીની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના આરોપો ખૂબ જ ગંભીર છે અને તેની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે.

પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા હરદીપ સિંહ નિજ્જરની 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો.


વ્હાઇટ હાઉસની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વ્યૂહાત્મક સંચારના સંયોજક જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન વોશિંગ્ટનમાં મળ્યા ત્યારે કેનેડાના દાવાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અમે ચોક્કસપણે બંને દેશો પર તેમના દ્વિપક્ષીય સંબંધો વિશે વાત કરવાનું કહીએ છીએ.


ભારાત પર લાગેલા આ આરોપો ગંભીર છે, તેની સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે તેમજ અમે અગાઉ પણ જણાવ્યું હતું કે અમે ભારતને આ તપાસમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરીએ છીએ. વિદેશ વિભાગના નાયબ પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે કેનેડાએ કરેલા આરોપોની તપાસ આગળ વધે અને ગુનેગારો પકડાય તે મહત્વનું છે. પરંતુ ભારતે કેનેડા પાસે જે પણ માહિતી માંગી હતી તે આજ સુધી કેનેડા આપી શક્યું નથી.


કેનેડાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારત સરકારને પણ કેનેડિયન તપાસમાં સહકાર આપવા વિનંતી છે. અમે યુએસએ નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનમાં રાજદ્વારીઓની સંખ્યામાં ઘટાડો કરવાના અહેવાલો જોયા છે. અમે ઘણી બાબતોમાં ભારત સાથે ભાગીદારી નોંધાવી છે. ત્યારે અમે તેમની સાથે અને અન્ય દેશો સાથે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કરવાનું ચાલુ રાખીશું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button