અમેરિકા અને ઈઝરાયેલ કરી શકે છે Iran ના પરમાણુ સ્થળો પર હુમલો, હાઈ-એલર્ટ જાહેર

નવી દિલ્હી : ઈરાને(Iran)અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા પરમાણુ સ્થળો પર હુમલાની દહેશત વચ્ચે પરમાણુ સ્થળોની આસપાસ સુરક્ષા વધારી દીધી છે. ઇરાને એર ડિફેન્સ સિસ્ટમ પણ કાર્યરત કરી છે. મીડિયા અહેવાલ મુજબ અગાઉ યુએસ ગુપ્તચર એજન્સીઓએ આ વર્ષે ઇઝરાયલની મુખ્ય ઇરાની પરમાણુ સ્થળો પર હુમલો કરવાની કથિત યોજના વિશે ચેતવણી આપી હતી.
આ પણ વાંચો: ઈઝરાયેલ સાથે તણાવ વચ્ચે Iran એ કર્યો અવકાશ પ્રક્ષેપણનો સફળ દાવો
પારચીન લશ્કરી સંકુલ પર હવાઈ હુમલા કર્યા
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન વર્ષોથી તેના પરમાણુ સ્થળોને સુરક્ષિત કરી રહ્યું છે. પરંતુ ગયા વર્ષે ઇઝરાયલના પહેલા હુમલા પછી તેમાં વધારો થયો છે. ઇઝરાયલ અને અમેરિકા દ્વારા સંભવિત સંયુક્ત લશ્કરી કાર્યવાહી અંગે વધતી ચિંતાઓ વચ્ચે ઇરાને આ પગલું ભર્યું છે. જ્યારે અમેરિકન અખબારના અહેવાલ અનુસાર, ઇઝરાયલે તેહરાન નજીક પારચીન લશ્કરી સંકુલ પર હવાઈ હુમલા કર્યા. ત્યાં હાલ બધું જ હાઇ એલર્ટ પર છે.
અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે પ્રતિબંધોથી દબાણ નીતિ ફરીથી લાગુ કરી છે. આ નીતિ હેઠળ, અમેરિકાએ ઈરાન અને વિશ્વ શક્તિઓ વચ્ચેના વર્ષ 2015ના પરમાણુ કરારમાંથી એકપક્ષીય રીતે પીછેહઠ કરી અને તેહરાન પર પરમાણુ શસ્ત્રો વિકસાવવાનો આરોપ લગાવ્યો. આ દરમિયાન તેહરાન સતત આ આરોપને નકારી રહ્યું છે.
ઇઝરાયલ અમેરિકાના સમર્થનથી ઇરાન સામેનું કામ પૂર્ણ કરશે
ટ્રમ્પે તાજેતરમાં ઈરાન સાથે કરાર કરવાની હાકલ કરી હતી. પરંતુ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે “અમેરિકા સાથે વાટાઘાટો કરીને કોઈ સમસ્યાનો ઉકેલ આવશે નહીં. તેના એક દિવસ બાદ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલ અમેરિકાના સમર્થનથી ઇરાન સામેનું કામ પૂર્ણ કરશે.