ઇન્ટરનેશનલ

અલ્લા-હૂ-અકબરના નારા લગાવી ટોળાંએ એરપોર્ટ બાનમાં લીધું

યહુદી પ્રવાસીઓનો કર્યો ઘેરાવ

રશિયાના દાગેસ્તાન એરપોર્ટ પર ઇઝરાયલથી પહોંચેલી ફ્લાઇટ લેન્ડ થતા જ અલ્લા-હૂ-અકબરના નારા લગાવીને ટોળું ધસી આવ્યું હતું અને પ્રવાસીઓને ઘેરી લીધા હતા. બેકાબૂ ભીડને જોતા એરપોર્ટ બંધ કરવાની સ્થિતિ ઉભી થઇ હતી. આ બનાવને પગલે ઇઝરાયલે રશિયાને તેના નાગરિકોની સુરક્ષા જાળવવા અપીલ કરી છે. મીડિયા અહેવાલો મુજબ પેલેસ્ટાઇનના સમર્થકો એરપોર્ટના રનવે પાસે એકઠા થયા હતા અને તેમને આવનારી ફ્લાઇટમાં ઇઝરાયલી નાગરિકો હોવાની જાણ થતા જ તેઓ વિમાન પાસે ધસી ગયા હતા. જો કે અધિકારીઓ તરત જ એલર્ટ મોડમાં આવી ગયા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હતો.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને 20 દિવસથી પણ વધુ સમય વીતી ગયો છે અને હજુસુધી બંને વચ્ચે સમાધાન થયું નથી. બંને પક્ષે સતત ખુવારી યથાવત છે. સેંકડો લોકો મરી રહ્યા છે, વિસ્થાપિત થઇ રહ્યા છે, આવી ગંભીર સ્થિતિમાં રશિયાના એરપોર્ટ પર આ રીતે ઇઝરાયલથી આવતા યહુદી પ્રવાસીઓનો ઘેરાવ થવો એ ખૂબ ચિંતાજનક સંજોગો છે. એરપોર્ટ ઘેરાવની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

https://twitter.com/i/status/1718683535794389018

દાગેસ્તાનના ગવર્નરે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે જવાબદાર લોકો સામે પગલા લેવામાં આવશે. સોશિયલ મીડિયા અને રશિયાના સ્થાનિક મીડિયા મુજબ લગભગ ડઝનથી વધુ વિરોધકર્તાઓએ એરપોર્ટનો દરવાજો તોડીને રનવે પર ભાગવા લાગ્યા હતા. વિરોધકર્તાઓ હાથમાં બેનરો લઇને એરપોર્ટ પર દોડી રહ્યા હતા, બેનરો પર લખ્યું હતું, “બાળકોની હત્યા કરનાર માટે દાગેસ્તાનમાં કોઇ જગ્યા નથી.” થોડા સમય માટે રશિયાની વિમાન એજન્સીને એરપોર્ટ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ સુરક્ષાબળના જવાનો પહોંચતા સ્થિતિ કાબૂમાં લેવાઇ હતી. એરપોર્ટ 6 નવેમ્બર સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button