Malawi’s Vice President: માલાવીના ઉપરાષ્ટ્રપતિને લઈ જતું વિમાન ગુમ, ક્રેશની આશંકા
નવી દિલ્હી: દક્ષીણ પૂર્વ આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિ (Malawi’s Vice president) સાઉલોસ ચિલિમા (Saulos Chilima) ને લઈ જતું એક સૈન્ય વિમાન ગુમ થઈ ગયું છે, આ વિમાનમાં અન્ય 9 લોકો સવાર હતા. માલાવીની સરકારે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે બની હતી જ્યારે વિમાનનો રડાર સંપર્ક તૂટી ગયો હતો. ટીમ પ્લેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કંઈ જાણકારી મળી નથી. ઉપરાષ્ટ્રપતિના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક અહેવાલમાં અહેવાલમાં જણાવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ સાઉલોસ ચિલિમા લશ્કરી વિમાનમાં સવાર હતા. આ વિમાને સોમવારે સવારે માલાવીની રાજધાની લિલોગવેથી ટેક ઓફ કર્યું હતું. પ્લેન સવારે મઝુઝુમાં લેન્ડ થવાનું હતું, પરંતુ તે પહેલા જ પ્લેન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આ વિમાનમાં ઉપરાષ્ટ્રપતિ સિવાય અન્ય 9 લોકો સવાર હતા.
Read more: European Election: યુરોપિયન પાર્લામેન્ટ માટે 20 દેશમાં મતદાન, 720 મેમ્બર મેદાનમાં
માલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેર (Lazarus Chakwera )એ કહ્યું. .”હું જાણું છું કે આ એક હૃદયદ્રાવક પરિસ્થિતિ છે… પરંતુ હું તમને ખાતરી આપવા માંગુ છું કે તે પ્લેનને શોધવા માટે હું દરેક ઉપલબ્ધ સંસાધનનો ઉપયોગ કરી રહ્યો છું અને આશા છે કે તેઓ જીવિત હશે.”
માલાવીના રાષ્ટ્રપતિએ શોધ અને બચાવ કામગીરીના આદેશ આપ્યા છે. ટીમ પ્લેનને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ચોક્કસ લોકેશન હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટના બાદ માલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચકવેરાએ બહામાસનો તેમનો પ્રવાસ રદ્દ કરી દીધો છે.
Read more: Canada થી પેરિસ જતી ફ્લાઇટમાં લાગી આગ ,પાયલોટે 402 લોકોના જીવ બચાવ્યા
આફ્રિકન ન્યુઝ ચેનલે એક અહેવાલમાં જણાવ્યું કે હવે ઉપરાષ્ટ્રપતિ જીવિત જશે તેવી આશા ઓછી છે. તેમની પત્ની મેરી પ્લેનમાં સવાર ન હોવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે. તેઓ વિદેશ પ્રવાસ કરીને પરત ફર્યા હતા અને થાકી ગયા હતા.