ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

પાકિસ્તાનના લાહોરમાં હવાના પ્રદૂષણે તમામ રેકોર્ડ તોડ્યા, દોષનો ટોપલો ભારત પર ઢોળાયો

લાહોર: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હવાનું પ્રદૂષણની અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગયું છે. ખાસ કરીને ભારતની સરહદથી નજીક આવેલા પાકિસ્તાનના બીજા સૌથી મોટા શહેર લાહોરમાં પ્રદુષિત હવાને કારણે ગાઢ ધુમ્મસના (Air Pollution in Lahore) જોવા મળી રહ્યું છે, જેને કારણે સામાન્ય જનજીવનને માઠી અસર પહોંચી છે. લાહોરમાં શનિવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 1900ને પાર નોંધાયો હતો.

સ્વિસ સંસ્થા IQAir દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, રવિવારે લાહોર વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચ પર રહ્યું હતું.

પંજાબ સરકારના વરિષ્ઠ પ્રધાન મરિયમ ઔરંગઝેબે (Marriyum Aurangzeb) જણાવ્યુ કે ભારત તરફથી આવતી પ્રદુષિત હવાને કારણે પંજાબ પ્રાંતની હવા ઝેરી બની છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની કેન્દ્ર સરકારે આ મુદ્દો ભારત સાથે ઉઠાવવો જોઈએ.

તેમણે કહ્યું કે ભારતીય શહેરો અમૃતસર અને ચંદીગઢથી આવતા પૂર્વીય પવનોને કારણે લાહોરમાં AQI 1,000 થી ઉપર પહોંચ્યો છે. ધુમ્મસ અને પ્રદૂષણની સમસ્યા ભારત અને પાકિસ્તાન બંને બાજુના પંજાબમાં છે. આવી સ્થિતિમાં આપણે રાજકારણને પાછળ છોડીને આ મુદ્દે એક થઈને લડવું જોઈએ, જેથી બંને બાજુના લોકોને સારું આરોગ્ય મળી શકે. તેમણે આ મુદ્દે ભારતના પંજાબ રાજ્યના મુખ્ય પ્રધાન ભગવંત માનને પત્ર લખવાનું પણ કહ્યું છે.

પંજાબ પ્રાંત સરકારના વરિષ્ઠ પ્રધાન મરિયમ ઔરંગઝેબે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયેલી હોવાથી, વાલીઓને બાળકો માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે, સરકારે પ્રાથમિક શાળાઓને એક અઠવાડિયા માટે બંધ કરી દીધી છે. વાહન દ્વારા થતું પ્રદૂષણ ઘટાડવા માટે ઓફિસના 50% કર્મચારીઓ ઘરેથી કામ કરશે.

આ પણ વાંચો…..અમેરિકામાં સોશિયલ મીડિયા સ્ટાર Squirrel Pnutની હત્યા બની રાજકીય ચર્ચાનો વિષય

સરકારે લોકોને ઘરની અંદર રહેવા, દરવાજા અને બારીઓ બંધ રાખવા અને જરૂરી હોય ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળવા વિનંતી કરી છે. અહેવાલ મુજબ તમામ હોસ્પિટલોને સ્મોગ કાઉન્ટર પણ આપવામાં આવ્યા છે અને જરૂરી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સરકારે રિક્ષા પર પણ પ્રતિબંધ લાદ્યો છે અને અમુક વિસ્તારોમાં બાંધકામ અટકાવી દીધું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button