AI ચમત્કારઃ મોડલિંગ એજન્સીએ બનાવી મોડલ, મહિને કમાય છે હજારો યુરો

મેડ્રિડઃ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ (AI)ની દુનિયા વિસ્તરતી જાય છે, પરંતુ હવે તેને કમાણી માટેના કોઈ સીમાડા નડતા નથી. આજે દરેક ક્ષેત્રમાં તેનો જોરશોરથી ઉપયોગ થાય છે, જેમાં તાજેતરમાં એક મોડલિંગ એજન્સીએ પોતાની એઆઈ મોડલ બનાવીને ચોંકાવી નાખ્યા છે, જ્યારે કમાણી કરવા લાગી છે.

બાર્સિલોનાની ધ ક્લૂસેસ એ સ્પેનિશ મોડલિંગ એજન્સી છે, જ્યારે તેને એઆઈની મોડલ ડેવલપ કરી છે અને નામ છે ઈટાના લોપેજ. એઆઈની મોડલનું નામ છે ઈટાના લોપેજ. આ એઆઈ મોડલ (એતાના લોપેજ)એ વાસ્તવમાં એ વ્યક્તિના જેવી છે.
લોપેજને ડેવલપ કરવા અંગે એજન્સીએ જણાવ્યું હતું કે કોઈ પ્રભાવશાળી વ્યક્તિ અથવા મોડલ ભૂલનું કારણ બની શકે છે, તેથી એજન્સીએ સૌથી પ્રભાવશાળી વ્યક્તિને એ બ્રાન્ડ માટે એક મોડલની બ્યુટીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો. એટલે જન્મ થયો ઈટાનાનો. ઈટાનાને ચલાવવા અને જીવંત રાખવા માટે કામ કરે છે એક આખી ટીમ. આ ટીમ નક્કી કરે છે કે એક અઠવાડિયા દરમિયાન તે શું કરશે, ક્યાં જશે અને કયા ફોટોગ્રાફ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરશે.

તમને જાણીને એ વાતની નવાઈ લાગશે કે એઆઈ મોડલના ઈન્સ્ટાગ્રામ પર પણ 1,21,000થી વધુ ફોલોઅર્સ છે, જ્યારે તેની સંખ્યા પણ વધી રહી છે. નિષ્ણાતો માને છે કે એતાનાની તસવીરો ફોટોશોપની મદદથી વિભિન્ન જગ્યાએ મોડલને સુપરઈમ્પોઝ કરી અને બીજી એઆઈ તસવીરોને મિક્સ કરીને જનરેટ કરવામાં આવે છે.

ગુલાબી હોઠવાળી એટાના ઉત્સાહી અને દૃઢનિશ્ચયી અને એક મજબૂત ચરિત્રની સાથે બનાવી છે. ક્રૂઝના જણાવ્યાનુસાર એ મેડ્રિડ પછી સ્પેનના બીજા સૌથી મોટા શહેર બાર્સિલોનાની સૌથી ઉત્સાહી મહિલા છે. પ્રત્યેક જાહેરાતે 1,000 યુરોની કમાણી કરે છે. એટલે એતાના દર મહિને 10,000 યુરોીને કમાણી કરે છે.

સમજોને દર મહિને નવ લાખ રુપિયા. જોકે તેના વાઈરલ ફોટોગ્રાફને મોટી સંખ્યામાં લોકો પસંદ કરી રહ્યા છે, જ્યારે અમુક લોકો તેની આક્રમક ટીકા પણ કરે છે.