કયા પડકારોને કારણે અફઘાનિસ્તાને ભારત ખાતેનું તેનું દૂતાવાસ બંધ કર્યું?
અહીં રહેતા અફઘાનનું શું થશે?
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન આવ્યું ત્યારથી ત્યાં ઉથલપાથલ ચાલી રહી છે. ઉગ્રવાદી વલણના કારણે વિશ્વના ઘણા દેશો તાલિબાનને સરકાર તરીકે માન્યતા આપવાનું ટાળી રહ્યા છે. ભારત પણ તેમાંથી એક છે. આ બધી અરાજકતા તાલિબાન શાસનને સમર્થન નહીં આપવાને કારણે ઊભી થઈ છે.
તાલિબાનના આગમન પહેલા ભારતીય વિદેશ મંત્રાલયે ભારતમાં તૈનાત અફઘાન રાજદૂતને દેશના વાસ્તવિક રાજદૂત માનવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાન તાલિબાને તેના માણસને દૂતાવાસનો પ્રભારી બનાવ્યો હતો.
હવે ભારતની સામે મૂંઝવણ એ હતી કે જો તેણે 2021ના રાજદૂત સાથે જ રાજદ્વારી સંબંધો જાળવી રાખ્યા હોત તો તાલિબાન ગુસ્સે થઈ ગયા હોત. માન્યતાના અભાવને કારણે તે તાલિબાન રાજદ્વારી પણ સ્વીકારી શક્યો ન હતો કારણ કે આ રાજદ્વારી નિયમોથી વિરુદ્ધ હતું, જેના કારણે અનેક મુશ્કેલીઓ ઉભી થવા લાગી હતી.
તાલિબાન એમ્બેસીએ સ્વીકાર્યું હતું કે તેને જરૂરી સપોર્ટ નથી મળી રહ્યો. જો કે, તેમણે કેવા પ્રકારનો જરૂરી સપોર્ટ એની સ્પષ્ટતા કરી નહોતી. તેમણે અફઘાનિસ્તાનના હિતોની પૂર્તિની અપેક્ષાઓ પર ખરા નહી ઉતરી શકવાનું કારણ પણ જણાવ્યું હતું. તાલિબાન એમ્બેસીએ સ્વીકાર્યું હતું કે તેને લોકો અને સંસાધનોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. વિઝા રિન્યુઅલ પણ સમયસર નહોતા થઈ રહ્યા.
એ હકીકત છે કે કોઈપણ દેશ તાલિબાનને માન્યતા આપતો નથી, તેથી તેની પાસે સત્તાવાર સરકારી દરજ્જો નથી. આવી સ્થિતિમાં તે એમ્બેસેડરની નિમણૂક કરી શકે નહીં, પરંતુ તાલિબાને આ માટે મધ્યમ માર્ગ શોધી કાઢ્યો હતો. તે ફોરેન મિશનના નામે વિદેશોમાં પોતાના લોકોને તૈનાત કરી રહ્યો છે.
અહીં જે ધ્વજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને અફઘાનિસ્તાનની ઇસ્લામિક અમીરાત કહેવામાં આવે છે, જ્યારે અફઘાનિસ્તાનની સરકાર ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના નામથી કામ કરતી હતી. આ પણ એક સમસ્યા હતી.
અહીં રહેતા અફઘાનનું શું થશે? તો હવે આપણને સવાલ એ થાય કે ભારત ભારતમાં સ્થાયી થયેલા અફઘાનીસ્તાનના લોકોનું શું? તો એનો જવાબ એ છે કે તેમને કોઇ તકલીફ થશે નહીં. હા, તેમના વિઝા કે અન્ય જરૂરિયાતોના કામકાજમાં થોડો ફેરફાર થશે. એવું પણ બની શકે તે તેમના એમ્બસીના કેટલાક લોકો અહીં કામ કરવાનું ચાલુ પણ રાખે.
ઘણી વખત દેશો થર્ડ પાર્ટી દેશોની મદદ પણ લેતા હોય છે, પરંતુ આ માત્ર અસ્થાયી ધોરણે હોય છે. જો દેશો વચ્ચે રાજદ્વારી તણાવ હોય તો દેશો પણ તેમના નાગરિકોને યજમાન દેશ છોડી દેવા કહે છે જેથી તેઓ સુરક્ષિત રહે. હાલમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવો કોઈ મુદ્દો નથી.
ઘણા દેશોમાં આપણા દેશમાં દૂતાવાસ અથવા રાજદ્વારી મિશન નથી કારણ કે તે દેશોમાંથી આવતા લોકોની સંખ્યા લગભગ નહિવત્ છે. જો કોઈ દેશ આર્થિક કે રાજકીય રીતે અસ્થિર હોય તો પણ અન્ય દેશો ત્યાંથી તેમના દૂતાવાસો હટાવી લેતા હોય છે. ડોમિનિકા, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લુસિયા, બાર્બાડોસ, સુરીનામ, સોમાલીલેન્ડ અને સ્વાઝીલેન્ડ એ આવા જ કેટલાક દેશો છે. સોમાલીલેન્ડ તો એવો દેશ છે, જ્યાં કોઇ પણ દેશની એમ્બસી નથી.
આનું કારણ માત્ર ત્યાંનો ફુગાવો જ નથી, પરંતુ એ હકીકત પણ છે કે આ ભાગને સોમાલિયાથી અલગ ગણીને કોઈ દેશે તેને સત્તાવાર રીતે માન્યતા આપી નથી. હાલમાં, તેની રાજકીય પરિસ્થિતિને કારણે તેને લિમ્બો સ્ટેટ પણ કહેવામાં આવે છે, એટલે કે તે પોતાને એક દેશ માને છે અને એકની જેમ વર્તે છે, અને આશા રાખે છે કે એક દિવસ વિશ્વ તેને ઓળખશે.
એક બીજી પણ પરિસ્થિતિ છે જેમાં ઘણા દેશો અસ્થાયી રૂપે તેમના દૂતાવાસો બંધ કરે છે. આ ઘણીવાર બે દેશ વચ્ચેના તણાવ દરમિયાન થાય છે. જ્યારે પરિસ્થિતિ સુધરે છે, ત્યારે તેમના દૂતાવાસ ફરીથી ચાલુ કરવામાં આવે છે. ભારત, પાકિસ્તાન, ચીનથી લઈને અમેરિકા સુધી આવું બન્યું છે.