પાકિસ્તાનના હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં ત્રણ ક્રિકેટરો સહિત આઠ લોકો માર્યા ગયા

કાબુલ : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેમાં બંને દેશો સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનને મોટું નુકસાન થયું છે. જેમાં અફઘાનિસ્તાનમાં ઉર્ગુન જિલ્લામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરો માર્યા ગયા છે. જેના પગલે અફઘાનિસ્તાન પાકિસ્તાનના યોજાનારી ત્રિકોણીય શ્રેણીમાં નહી રમવાનો નિર્ણય કર્યો છે.
આ હુમલામાં અન્ય પાંચ લોકો પણ માર્યા ગયા
જયારે આ હુમલામાં માર્યા ગયેલા ક્રિકેટરો પ્રત્યે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, “એસીબી ઉર્ગુન જિલ્લાના ક્રિકેટરો કબીર, સિબઘાતુલ્લાહ અને હારૂન ની દુ:ખદ અવસાન પર ખૂબ જ દુઃખ વ્યક્ત કરે છે. જેમને પાકિસ્તાની શાસન દ્વારા કાયરતાપૂર્ણ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ખેલાડીઓ સાથે અન્ય પાંચ લોકો માર્યા ગયા હતા. જ્યારે સાત અન્ય ઘાયલ થયા હતા. આ ખેલાડીઓ ઉર્ગુન પરત ફર્યા પછી તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ત્રિકોણીય શ્રેણીમાં ભાગ ન લેવાનો નિર્ણય
આ દરમિયાન અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે તે આ ઘટનાને તેના ખેલાડીઓ અને ક્રિકેટ સમુદાય માટે એક મોટું નુકસાન છે. તેમજ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ ઘટના બાદ એસીબીએ ત્રિકોણીય શ્રેણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો…પાકિસ્તાન-અફઘાનિસ્તાનના યુદ્ધવિરામ પર ચીનની ટિપ્પણી: જાણો બંને દેશોને આપી કેવી સલાહ