ઇન્ટરનેશનલટોપ ન્યૂઝસ્પોર્ટસ
અબ્દુલ કાદિરના પુત્રની નિવૃત્તિ
ઉસમાન કાદિરે કુલ 26 મૅચમાં 32 વિકેટ લીધી હતી

કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર અબ્દુલ કાદિરના 31 વર્ષીય પુત્ર ઉસમાન કાદિરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે.
પાકિસ્તાન વતી એક વન-ડે અને પચીસ ટી-20 રમી ચૂકેલા ઉસમાન કાદિરે કુલ 32 વિકેટ લીધી હતી.
ઉસમાન પણ પિતા અબ્દુલ કાદિરની જેમ લેગબ્રેક સ્પેશિયાલિસ્ટ છે.
ઉસમાનની ઇન્ટરનૅશનલ કરીઅર 2020માં શરૂ થઈ હતી અને તેણે ચાર જ વર્ષમાં રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે.
ઉસમાન વિદેશી લીગ ટૂર્નામેન્ટોમાં રમવાનું ચાલુ રાખશે.
ઉસમાન કાદિર ભારત સામે નહોતો રમ્યો. તેને ખબર પડી કે પાકિસ્તાન ટીમ મૅનેજેમેન્ટની ભાવિ યોજનામાં પોતે નથી એટલે તેણે નિવૃત્તિ લઈ લેવાનું નક્કી કર્યું હતું.
2020માં કરીઅર શરૂ કરનાર ઉસમાનને તાજેતરમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં રમવા મળશે એવી આશા હતી, પણ એ બાબતમાં તેણે નિરાશા અનુભવવી પડી હતી.