પાકિસ્તાની સેનાના કટ્ટર આલોચક ગણાતા Imran riaz khan નું અપહરણ કે ધરપકડ ?

નવી દિલ્હી: પાકિસ્તાની સેનાના કટ્ટર ટીકાકાર ગણાતા ટીવી એન્કર અને યુટ્યુબર એવાં ઇમરાન રિયાઝ ખાનને લાહોર એરપોર્ટ પરથી સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ ધરપકડ કર્યાના સમાચાર છે. રિયાઝ ખાન લાહોર એરપોર્ટ પર હજ કરવા માટે સાઉદી અરબ જવા માટે પહોંચ્યા હતા અને ત્યારે ત્યાથી સુરક્ષા એજન્સીઓએ તેમની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ તેમના વકીલે તેમનું અપહરણ થયું હોવાનો આરોપ કર્યો છે. આ બનાવ બાદ પાકિસ્તાનના રાજકારણમાં પત્રકારોની સુરક્ષાને લઈને સવાલો પેદા થઈ રહ્યા છે.
આ પણ વાંચો: Kuwaitમાં લાગેલી આગમાં 40 જેટલા ભારતીયોના મોતનો અહેવાલ; હજુ 30 જેટલા લોકો ઘાયલ
જોકે આ બનાવને લઈને તેમના વકીલ અઝહર સિદ્દીકીએ રિયાઝ ખાનનું અપહરણ થયાનો દાવો કર્યો છે. એમણે કહ્યું હતું કે રિયાઝ ખાન એરપોર્ટ જવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યાંથી અપહરણ કરવામાં આવ્યુ હતું, તેમણે બચાવ માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમ છતાં એમના વિરોધનો કોઈ ફાયદો થયો ન હતો. તેમને અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હોવાનો આરોપ તેમના વકીલે લગાવ્યો છે.
આ પણ વાંચો: GDPમાં તો વૃદ્ધિ નથી થતી પણ ગધેડાઓમાં વૃદ્ધિ થઇ રહી છે
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીફ એ ઇન્સાફ (PTI) એ પણ આ બનાવની આખરી નિંદા કરતાં કહ્યું હતું કે આ ઘટના ફરી ફરી એકવાર એ વાતનું પતિ નિધિત્વ કરે છે કે પાકિસ્તાનમાં નૈતિક મૂલ્યોનું પતન થયું છે. હવે પાકિસ્તાનમાં હજ જવાને પણ શું અપરાધ માનવામાં આવશે ? આ બનાવ બાદ રિયાઝ ખાન ના ભાઈએ લાહોર હાઇકોર્ટમાં એક પત્રકારની સુરક્ષિત મુક્તિ માટેની અરજી દાખલ કરી છે.