આજ યે સુબહ ગુલાબી કેસે હો ગઇ…
બ્રિટનના લોકોને ગુરુવારે સવાર સવારમાંજ કંઇક એવું જોવા મળ્યું કે લોકો દોડીને ઘરની બહાર આવી ગયા. લોકોએ જોયું કે આકાશનો રંગ રહસ્યમય રીતે ગુલાબી થઈ ગયો હતો. જો તેને રોમેન્ટિક મૂડમાં કહીએ તો તે એક ગુલાબી સવાર હતી પરંતુ સાથે સાથે લોકોમાં એટલો જ ડર પણ હતો. કારણકે આજકાલ આપણે ટીવી પર એટલી બધા ઇમેજિનેશ જોઇએ છીએ કે આપણે આવું કંઇક થાય તરત જ તે ઇમેજિનેશનને સાચું માનીને વિચારવા લાગીએ છીએ. તે જ રીતે બ્રિટનના લોકો પણ વિચારવા લાગ્યા કે શું આ ઘટના પૃથ્વીનો અંત લાવશે. શું પૃથ્વી પર એલિયન હુમલો થયો છે?
સવાર સવારનું આ દ્રશ્ય કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મના સીન જેવું દેખાતું હતું. સ્થાનિકોમાં ભારે ભય ફેલાયો હતો. લોકો અનુમાન લગાવવા લાગ્યા કે આ ઘટના પાછળ શું કારણ હોઈ શકે છે. આ ઘટનાનો એક ફોટો કેફેની બહારથી લેવામાં આવ્યો હતો. તસવીર શેર કરતી વખતે એક વ્યક્તિએ લખ્યું હતું કે મને લાગ્યું કે આ દુનિયાનો અંત છે.
પરંતુ બાદમાં જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ કોઈ રહસ્યમય ઘટના નથી પરંતુ એક વૈજ્ઞાનિક ઘટના છે. અહી ઠંડી ઋતુ વધારે સમય ચાલતી હોવાના કારણે કેટલાક શાકભાજીને ગ્લાસ હાઉસમાં રાખવામાં આવે છે અને તેના પર કૃત્રિમ પ્રકાશ નાખવામાં આવે છે જેથી તે શાકભાજી અને ફળો વધારે રસીલા અને તરત ખાવા લાયક બની શકે. અને તેના માટે જ એક કંપની દ્વારા 400 ટન ટાંમેટા પર પ્રકાશ નાખવામાં આવ્યો અને તે પ્રકાશનું રિફ્લેક્શન અને ટામેટાંના કલરને કારણે આખું આકાશ ગુલાબી લાગવા લાગ્યું હતું.