રશિયા બાદ ઑસ્ટ્રિયામાં પણ PM Modiનું ભવ્ય સ્વાગત

રશિયાનો પ્રવાસ ખતમ કરીને યુરોપિયન દેશ ઓસ્ટ્રિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુરોપિયન દેશમાં વડાપ્રધાનનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રિયાના વિદેશ પ્રધાન એલેક્ઝાંડર શૈલેનબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.
એરપોર્ટથી પીએમ મોદી સીધા ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં હોટેલ રિટ્ઝ-કાર્લટન પહોંચ્યા હતા. અહીં એનઆરઆઈઓએ તેમનું અભિવાદન કર્યું હતું. હોટેલ પહોંચતા જ ઓસ્ટ્રિયાના કલાકારોએ વંદે માતરમ સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ચાન્સેલર કાર્લ નેહમરે ઓસ્ટ્રિયા પહોંચેલા પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરતા તેમણે કહ્યું હતું કે , ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિયેનામાં આપનું સ્વાગત છે. ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે.
ઓસ્ટ્રિયા અને ભારત મિત્રો અને ભાગીદાર છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!’ વિયેનામાં આપનું સ્વાગત છે, PM @narendramodi ! ઑસ્ટ્રિયામાં તમારું સ્વાગત કરવું એ આનંદ અને સન્માનની વાત છે. હું તમારી મુલાકાત દરમિયાન અમારી રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું!
પીએમ મોદી ત્રીજા વડાપ્રધાન છે જે ઓસ્ટ્રિયાની મુલાકાતે ગયા છે. પીએમ મોદી પહેલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને જવાહરલાલ નેહરુએ ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી. ભારતીય પીએમ 41 વર્ષ પછી ઓસ્ટ્રિયાની મુલાકાતે ગયા છે. આ નાનકડો દેશ ભારત માટે ઘણો મહત્વપૂર્ણ છે.