Pager Attack : 9 વર્ષ પૂર્વે જ Mossad એ આ રીતે રચ્યો હતો પેજર બ્લાસ્ટનો સિક્રેટ પ્લાન
તેલ અવીવ: હિઝબુલ્લાહના સભ્યો દ્વારા કોમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા પેજરમાં થયેલા વિસ્ફોટે(Pager Attack)સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. જેમાં 17 સપ્ટેમ્બરના 2024ના રોજ હિઝબુલ્લાહના સભ્યો પાસેના પેજર અચાનક વિસ્ફોટ થયા.જેમાં 3000 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને અનેકના મોત પણ થયા હતા. ત્યારે મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલા પાછળ ઈઝરાયેલનો હાથ છે. પરંતુ ઈઝરાયેલે હજુ સુધી આ વાત સ્વીકારી નથી. આ દરમિયાન અમેરિકન મીડિયાએ આ પેજર હુમલાને લઈને મોટો ખુલાસો કર્યો છે.
મોસાદે આયોજન કર્યું હતું
ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેના યુદ્ધ વિશે બધા જાણે છે. હિઝબુલ્લાહ સભ્યો એકબીજા સાથે વાતચીત કરવા માટે પેજરનો ઉપયોગ કરતા હતા. કારણ કે તેને હેક કરી શકાતું નથી. જ્યારે ઇઝરાયેલે તેને નિશાન બનાવ્યું કારણ કે મોટાભાગના સભ્યો આ ઉપકરણ પોતાની પાસે રાખે છે. આવી સ્થિતિમાં બ્લાસ્ટ પછી સૌથી વધુ નુકસાન તેમને થયું.
મોસાદે લેબનોનને વોકી-ટોકી મોકલવાનું શરૂ કર્યું
જ્યારે એક અમેરિકી અખબારે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે પેજર ઓપરેશનનો વિચાર વર્ષ 2022 માં આવ્યો હતો. હમાસના ઑક્ટોબર 7ના હુમલાના એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં યોજનાના કેટલાક ભાગોનો અમલ શરૂ થયો હતો. હિઝબુલ્લાહ 2015 થી હેક-પ્રૂફ ઇલેક્ટ્રોનિક નેટવર્ક શોધી રહ્યો હતો. આવી સ્થિતિમાં વર્ષ 2015 માં મોસાદે લેબનોનને વોકી-ટોકી મોકલવાનું શરૂ કર્યું. અધિકારીઓએ વધુમાં કહ્યું કે હિઝબુલ્લાહને વોકી-ટોકીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ઇઝરાયલે આ માટે તૈયારીઓ કરી લીધી હતી.
હિઝબુલ્લાએ 2023માં પેજરનો ઓર્ડર આપ્યો હતો
હિઝબુલ્લાહ જાણતો હતો કે પેજર ઇઝરાયેલ અને યુએસએ જેવા દેશો દ્વારા બનાવવામાં આવતા નથી. આ કારણોસર તેણે તાઈવાનની બ્રાન્ડેડ એપોલો પેજર ખરીદ્યા. આ કંપની ઈઝરાયેલ સાથે પણ જોડાયેલી ન હતી. અધિકારીઓએ જણાવ્યું કે તાઈવાનની કંપનીને આ યોજનાની કોઈ જાણકારી નથી.
બેટરીમાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા હતા
આ પછી હિઝબુલ્લાહએ પેજર ખરીદવા માટે માર્કેટિંગ અધિકારીની મદદ લીધી. તેણે એપોલો બ્રાન્ડ પેજર વેચવાનું લાયસન્સ લીધું હતું. આ ડીલ બંને વચ્ચે વર્ષ 2023માં થઈ હતી. તેણે જ હિઝબુલ્લાહને AR924 પેજર્સ ખરીદવા માટે રાજી કર્યા હતા. આ પેજર્સની બેટરીમાં વિસ્ફોટકો છુપાવવામાં આવ્યા હતા.
કોડેડ મેસેજથી હુમલો કરવામાં આવ્યો
જ્યારે ઘણા ઇઝરાયેલ અધિકારીઓ પણ આ હુમલાની અસરથી વાકેફ ન હતા. હિઝબુલ્લાહના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલે આ નિર્ણય લીધો છે. આ પછી કોડેડ મેસેજ આવતાની સાથે જ પેજર બ્લાસ્ટ થઈ ગયું.