Top Newsઇન્ટરનેશનલ

કેનેડાઃ સ્કૂલમાં ફાયરિંગ, 9 લોકોનાં મોત, 25 ઘાયલ

ટોરન્ટોઃ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક સ્કૂલમાં ફાયરિંગની ઘટના બની હતી. ટમ્બલર રિઝ સેકેંડરી સ્કૂલમાં આ ઘટના બની હતી. પોલીસ મુજબ આ ઘટનામાં 9 લોકોનાં મોત થયા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સમય મુજબ આ ઘટના બપોરે 1.20 કલાક આસપાસ બની હતી.

25 લોકો ઈજાગ્રસ્ત

ફાયરિંગની સૂચના મળતા સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું હતું. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ હુમલાખોરના મોતની પુષ્ટિ થઈ છે. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતો કે નહીં તે જાણવાની પોલીસ કોશિશ કરી રહી છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે અને 25 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

માત્ર સત્તાવાર માહિતી પર ભરોસો કરોઃ પોલીસ

પોલીસ સતત સ્થિતિ પર નજર રાખી રહી છે અને લોકને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરી છે. પોલીસે માત્ર સત્તાવાર જાણકારી પર જ ભરોસો રાખવા જણાવ્યું છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button