Top Newsઇન્ટરનેશનલ

આ દેશમાં થઈ અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના, 7 લોકોનાં મોત, જુઓ Video

મેક્સિકોઃ મેક્સિકોમાં અમદાવાદ જેવી વિમાન દુર્ઘટના થઈ હતી. ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક પ્રાઈવટે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં સાત લોકોના મૃત્યુ થયા હતા. આ જેટ એક બિલ્ડિંગની છત સાથે ટકરાયું હતું. જે બાદ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

મેક્સિકો સ્ટેટ સિવિલ પ્રોટેક્શનના કો ઓર્ડિનેટરના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના સૈન માતેઓ અતેન્કામાં થઈ હતી. આ સ્થળ એરપોર્ટથી પાંચ કિલોમીટર અને મેક્સિકો સિટીથી આશરે 50 કિલોમીટર દૂર છે. વિમાન એક નજીકના ફૂટબોલ મેદાન પર ઈમરજન્સી લેન્ડિંગની કોશિશ કરતું હતું. આ દરમિયાન એક બિલ્ડિંગની છત સાથે ટકરાયું હતું. ટક્કર બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી. આગે આસપાસના વિસ્તારને પણ ઝપેટમાં લીધો હતો.

130 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિમાનમાં કુલ આઠ મુસાફરો અને બે ક્રૂ મેમ્બર હતા. દુર્ઘટના બાદ સાત લોકોના મૃતદેહ મળ્યા છે. અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.દુર્ઘટનાના તુરંત બાદ, ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને બચાવ દળ પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ગંભીરતાને જોતા આસપાસના લગભગ 130 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ

તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો હતો. સ્થાનિકમાં ગભરાટનો માહોલ છે અને ઘટનાસ્થળની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણસર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, તેનું અસલી કારણ તપાસ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થઈ શકશે.

અત્રે ઉલ્લેખનીય જુલાઈ મહિનામાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફની ગણતરીની મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. જેમાં વિમાનમાં સવાર 242 લોકો પૈકી 241 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button