કેનેડામાં એરપ્લેન ક્રેશ, તમામના મોત, 1 ગંભીર રીતે ઘાયલ…
કેનેડા: કેનેડાના ખાણમાં કામદારોને લઈ જતું એક નાનું પેસેન્જર વિમાન મંગળવારે ટેકઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ થવાના કારણે પ્લેનમાં બેઠેલા છ કામદારોના મૃત્યુ થયા હતા. આ ઘટના સવારે 8.50ના સમયે બની હતી.
નોર્થવેસ્ટર્ન એર નામની કંપની દ્વારા સંચાલિત થતું જેટસ્ટ્રીમ ટ્વીન ટર્બોપ્રોપ એરલાઇનર પ્લાને ફોર્ટ સ્મિથમાં રનવે પૂરો થતાં જ ક્રેશ થઈ ગયું હતું. આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ બચ્યો છે જો કે તે પણ ગંભીર રીતે ઘાયલ થયેલો છે. નોર્થવેસ્ટર્ન એરએ ખુલાસો કરતા કહ્યું હતું કે અમારી સાથે બનેલી આ ઘટના ખુબજ દુર્ભાગ્યપૂર્ણ હતી. આ ફ્લાઇટ કામદારોને ખાણમાં લઈ જતી ચાર્ટર ફ્લાઇટ હતી. હાલમાં ફોર્ટ સ્મિથ રનવે પરથી ઉપડનારી તમામ ફ્લાઈટોને બુધવાર સુધી રોકીને તપાસ શરૂ કરવામાં આવી છે.
કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે અકસ્માતની તપાસ માટે એક ટીમ તહેનાત કરી છે. આ ટીમ રનવે અને ઘાયલ વ્યક્તિ પાસેથી શક્ય તેટલી માહિતી એકઠી કરીને રિપોર્ટ આપશે. નોર્થ વેસ્ટ ટરિટરીઝ પ્રીમિયર સિમ્પસને દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે હું ફોર્ટ સ્મિથની બહાર આજે ક્રેશ થયેલા નોર્થવેસ્ટર્ન એર પ્લેનમાં સવાર થયેલા લોકોના પરિવારો, મિત્રો અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું, સિમ્પસને કહ્યું.
તેમણે વધુમાં કહ્યું, “આ ઘટનાની અસર સમગ્ર વિસ્તારમાં જોવા મળી છે. અમે જે લોકો ગુમાવ્યા તે ફક્ત ફ્લાઇટના મુસાફરો ન હતા. પરંતુ તે કોઈના મિત્રો કોઈના પરિવારજનો અને કોઈના પાડોશીઓ હતા.