પશ્ચિમ તુર્કીયેમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ ઈમારત ઘરાશાયી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પશ્ચિમ તુર્કીયેમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ ઈમારત ઘરાશાયી

અંકારા : પશ્ચિમ તુર્કીયેમાં સોમવારે રાત્રે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આંચકો નોંધાયો છે. જેમાં ત્રણ ઈમારત ઘરાશાયી થઈ છે. જોકે, હાલ જાનહાનીના કોઈ અહેવાલ આવ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર બાલિકેસિર પ્રાંતના સિંદિરગી શહેરમાં હતું. ભૂકંપમાં ઘરાશાયી થયેલી ઈમારતો આ પૂર્વેના ભૂકંપમાં નુકસાનગ્રસ્ત થઈ હતી.

ઈસ્તાંબુલ અને આસપાસના પ્રાંતોમાં પણ ભૂકંપના આંચકા

આ અંગે મળતી માહિતી મુજબ સ્થાનિક સમય મુજબ રાત્રે 10.48 વાગ્યે 5.99 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ ઈસ્તાંબુલ અને આસપાસના પ્રાંતો બુર્સા, મનીસા અને ઇઝમિરમાં અનેક આંચકા અનુભવાયા હતા.

જાનહાનિના કોઈ અહેવાલ નહી

જયારે તુર્કીયેના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ કહ્યું કે સિંદિરગીમાં ઓછામાં ઓછી ત્રણ ખાલી ઇમારતો અને એક બે માળની દુકાન ધરાશાયી થઈ છે. આ ઇમારતોને અગાઉના ભૂકંપમાં નુકસાન થયું હતું. તેમજ મંત્રીએ ઉમેર્યું કે ગભરાટને કારણે બે લોકો પડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયા હતા.સિંદિરગી જિલ્લા વહીવટકર્તા ડોગુકન કોયુન્કુએ કહ્યું હતું કે જાનહાનિના કોઈ અહેવાલ નથી મળ્યા.

આ પણ વાંચો…પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ 4.7 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button