ઇન્ટરનેશનલ

ઇઝરાયલ વિરુદ્ધ એકઠા થયેલા 57 મુસ્લિમ દેશો એક પણ વાત પર સહમત થયા નહિ…

જેદ્દાહ: આજે એટલે કે 13 ઓક્ટોબરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં 57 મુસ્લિમ દેશોની ઈસ્લામિક આરબ સમિટની બેઠક યોજાઇ હતી જેમાં ઈઝરાયલ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કેટલીક બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ કોઈ સહમતિ સધાઈ શકી નથી અને આ સમિટ ઔપચારિક નિવેદનો સાથે સમાપ્ત થઈ ગઈ હતી. આ બેઠક ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયલ હુમલાને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવી હતી જેમાં પાકિસ્તાન અને તુર્કી સહિત કેટલાક દેશોએ યુદ્ધવિરામની માંગ કરી હતી. અલ્જેરિયા અને લેબનોન જેવા કેટલાક દેશોએ ઈઝરાયલને તેલનો પુરવઠો રોકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ આના પર પણ કોઈ પણ દેશની સહમતિ જોવા મળી ન હતી.

આ બેઠકમાં એવી ચર્ચા કરવાની હતી કે ગાઝા પર ઈઝરાયલના હુમલા ખોટા છે અને ઈઝરાયલનું કહેવું છે કે તે સ્વબચાવમાં હુમલો કરી રહ્યું છે. પરંતુ તેની આ બાબત બિલકુલ યોગ્ય નથી એ પણ બધા જ દેશ જાણે છે. અરબ લીગ અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠકમાં એ પણ ચર્ચા થઇ કે કે જો ઈઝરાયલના હુમલા ચાલુ રહેશે તો અન્ય દેશોને પણ તેની સીધી અસર થશે અને અત્યાર સુધીમાં 12 હજાર લોકોના મોતના કારણે મધ્યના દેશોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

પૂર્વ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ જણાવ્યું હતું કે ઈસ્લામિક દેશોએ ઈઝરાયલની સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરી હતી, પરંતુ તેના પર કોઈ સહમતિ સધાઇ નહિ. કારણકે અલ્જેરિયા અને લેબનોને માંગ કરી હતી કે ઇઝરાયલ હુમલો કરવાનું ચાલુ રાખવો જોઇએ પરંતુ તેલનો સપ્લાય બંધ કરી દેવો જોઈએ. અને આરબ દેશોએ તેની સાથે આર્થિક અને રાજદ્વારી સંબંધો સમાપ્ત કરવા જોઈએ. યુએઈ અને બહેરીને આ બાબત સામે વાંધો વ્યક્ત કર્યો હતો અને દરખાસ્તને નકારી કાઢી હતી અને તેમનો પક્ષ પણ રજૂ કરતા જણાવ્યું હતું કે અને 2020માં ઇઝરાયલ સાથેના સંબંધોમાં સુધારો કર્યો અને અબ્રાહમ કરાર પર સમજૂતી કરી છે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદે કહ્યું હતું કે બેઠકમાં કોઈ નક્કર બાબત પર સહમત નહોતા થયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Sensorineural hearing lossના આ છે લક્ષણો અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ