55 હિન્દુ તીર્થયાત્રીઓ પાકિસ્તાનમાં કટાસ રાજ મંદિરના દર્શનાર્થે કેવી રીતે પહોંચ્યા

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં આજે પણ ઘણા હિંદુ મંદિરો છે. જેમાંથી એક છે કટાસ રાજ મંદિર જે ભારતના શીખોની માટે આ ખૂબજ જૂંનું તીર્થસ્થળ છે. અને આથી દર વર્ષે ભારતમાંથી ઘણા શીખો પાકિસ્તાનના આ મંદિરમાં દર્શન કરવા જાય છે. આ વર્ષે પણ ભારતના 55 હિન્દુ અને શીખ તીર્થયાત્રીઓનું એક જૂથ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં સ્થિત કટાસરાજ મંદિરોના દર્શન કરવા અને અન્ય ઘણા મંદિરોના દર્શન કરવા વાઘા બોર્ડર થઇને લાહોર પહોંચ્યું છે.
નોંધનીય છે કે પાકિસ્તાન અને ભારત ધાર્મિક સ્થળોની યાત્રા પર દ્વિપક્ષીય કરાર ધરાવે છે, જે અંતર્ગત ભારતમાંથી શીખ અને હિન્દુ યાત્રાળુઓ દર વર્ષે પાકિસ્તાનની મુલાકાત લે છે. તો આ કરાર હેઠળ દર વર્ષે પાકિસ્તાનથી ઘણા તીર્થયાત્રીઓ ભારત આવે છે. તેમાં પણ ખાસ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શીખ સમુદાયના લોકો સુવર્ણ મંદિરની મુલાકાત લે છે. તેમજ ઘણા શ્રદ્ધાળુઓ અજમેરમાં ખ્વાજાજીની દરગાહની મુલાકાત લે છે.
આ સંબંધમાં ઈવેક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)એ એક વૈધાનિક બોર્ડ છે જે ભાગલા બાદ પાકિસ્તાનમાં આવેલા હિન્દુઓ અને શીખોની ધાર્મિક મિલકતો અને મંદિરોનું સંચાલન કરે છે. જ્યારે ભારતમાંથી 55 હિંદુ યાત્રાળુઓ લાહોર પહોંચ્યા ત્યારે હિંદુ યાત્રાળુઓના સમૂહને વાઘા બોર્ડર ખાતે આવકારવામાં આવ્યા હતા.
જો કે ભારતથી પાકિસ્તાન પહોંચેલા મુસાફરોએ પણ એ વાતની ખુશી વ્યક્ત કરી હતી કે તેમને તેમના જૂના તીર્થ સ્થાનોના દર્શન કરવા મળશે. આ તમામ હિન્દુ તીર્થયાત્રીઓ તેમના સાત દિવસના રોકાણ દરમિયાન લાહોરના અન્ય મંદિરોની પણ મુલાકાત લેશે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પાકિસ્તાન હાઈ કમિશને સિંધના અન્ય એક પ્રતિષ્ઠિત હિંદુ આધ્યાત્મિક સ્થળ શાદાની દરબારમાં શિવ અવતારી સતગુરુ સંત શાદારામ સાહેબની 315મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેવા માટે 104 હિન્દુ તીર્થયાત્રીઓને વિઝા આપ્યા હતા. પાકિસ્તાનમાં હાલમાં 75 લાખ હિન્દુઓ વસે છે આમ પાકમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય રહે છે.