અમેરિકાના મિનિયાપોલિસમાં Firing, ત્રણ લોકોના મોત, છ ઘાયલ
મિનિયાપોલિસ: અમેરિકામાં(America)ગોળીબારીની(Firing) ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે અમેરિકાના મિનિયાપોલિસમાં એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ગોળીબાર થયો છે. આ ગોળીબારની ઘટનામાં શંકાસ્પદ બંદૂકધારી સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે બે પોલીસ અધિકારી સહિત છ લોકો ઘાયલ થયા છે.
ચાર નાગરિકો પણ ગોળીબારમાં ઘાયલ
અમેરિકા પોલીસે આ જાણકારી આપી છે કે આ ઘટના દક્ષિણ મિનિયાપોલિસમાં બની હતી. આ ફાયરિંગમાં બે પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે. આ મામલે હજુ સુધી વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બે અધિકારીઓ સિવાય ચાર નાગરિકો પણ ગોળીબારમાં ઘાયલ થયા છે. મિનિયાપોલિસ પોલીસે સ્થાનિક રહેવાસીઓને ઘટનાસ્થળની નજીક ન જવાની સલાહ આપી છે. પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં ફાયરિંગ અંગે વિગતવાર માહિતી આપશે.
હુમલાખોર વિશે કંઈ જાણવા મળ્યું નથી
પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ હુમલાખોર પણ માર્યો ગયો છે, પરંતુ તેણે ગોળીબાર શા માટે કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. બંદૂકધારીનું નિશાન કોણ હતું અને શા માટે? પોલીસ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસમાં વ્યસ્ત છે. ફોરેન્સિક તપાસ માટે સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગોળીબારીની ઘટનાઓ એક પછી એક પ્રકાશમાં આવી રહી છે. ક્યારેક લોકોના ઘરમાં ઘૂસીને, ક્યારેક બાર અને રેસ્ટોરન્ટમાં ગોળીબાર કરીને તો ક્યારેક ભીડભાડવાળા બજારમાં હુમલાખોરો અમેરિકન પોલીસને મોટો પડકાર ફેંક્યો છે.