બ્રાઝિલમાં બસ અને ટ્રકના અકસ્માતમાં 25નાં મોત
રિયો ડી જાનેરોઃ બ્રાઝિલમાં એક ભયાનક અકસ્માતમાં 25 લોકોના મોત અને 6 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત પૂર્વોત્તર રાજ્ય બાહિયામાં બની હતી. દરિયાકાંઠેથી પ્રવાસીઓને લઈ જતી એક મિનિબસનો એક ટ્રક અકસ્માત સર્જાયો હતો, એમ સ્થાનિક અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી.
રાજ્યના સ્થાનિક ફાયર ફાઇટર્સ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ અકસ્માત બાહિયામાં નોવા ફાતિમા અને ગેવિયાઓ શહેરો વચ્ચેના રસ્તા પર રાત્રે થયો હતો. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત રવિવારે રાત્રે સ્થાનિક સમય અનુસાર લગભગ 10.30 વાગ્યે બન્યો હતો.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર મિનિબસ બાહિયાના ઉત્તરી કિનારે પરથી પ્રવાસીઓ મિનિ બસમાં જેકોબી શહેર જઇ રહ્યા હતા. અખબારે ફેડરલ હાઈવે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે જ્યારે વાહન પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે સામસામે અથડામણ થઈ હોય તેવું લાગી રહ્યું છે જોકે હજુ સુધી તેની પુષ્ટી થઈ નથી.