ઇન્ટરનેશનલ

અમેરિકામાં પ્રાથમિક તબક્કાની ચૂંટણીઓ શરૂ, ટ્રમ્પે 51 ટકા મતો મેળવીને મજબૂત ઉમેદવારી પ્રસ્થાપિત કરી

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આયોવામાં રિપબ્લિકન પાર્ટીના પ્રાઇમરી કોકસમાં 51 ટકા વોટ જીતીને પોતાને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રમુખ ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરી લીધા છે. તેમના પછી હવે પક્ષના ઉમેદવાર બનવાની સ્પર્ધામાં ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ અને ઉમેદવારી નોંધાવનારા એકમાત્ર મહિલા નિક્કી હેલી, એ બંને વચ્ચે મુકાબલો થશે.

કોકસ એ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ચૂંટવાની એક જૂની પદ્ધતિ છે. જેને એક પ્રકારની પ્રાથમિક તબક્કાની ચૂંટણી કહી શકાય. જે રાજ્યમાં કોકસ યોજાઇ હોય તે રાજ્યના લોકો તેમાં મતદાન કરે છે અને જે ઉમેદવાર જીતે તેનો જે-તે પક્ષમાંથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાનો દાવો વધુ મજબૂત થાય છે. આયોવા કોકસ એટલે આયોવા રાજ્યમાં યોજાયેલી ચૂંટણી તેમ કહી શકાય. એક સંમેલન જેવી પ્રથા જેમાં આંતર-મતદાન પરથી નક્કી થાય છે કે રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પક્ષ તરફથી પ્રમુખપદ માટે કોણ ઉમેદવારી કરશે. બંને પક્ષોએ પોતપોતાના નિયમો અને ધારાધોરણો મુજબ ચૂંટણી કરાવે છે. વિવિધ રાજ્યોમાં યોજાતા કોકસમાં ઉમેદવારોએ જીત હાંસલ કરી પડે છે, અને તે ઉમેદવારોને મળતા વોટ પરથી નક્કી થાય છે કે તે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી કરવા માટે કેટલો મજબૂત છે.


હાલ અમેરિકામાં કડકડતી ઠંડી અને ભીષણ બરફવર્ષાનો માહોલ છે, તેમ છતાં આયોવા કોકસમાં હાડ કંપાવતી ઠંડી વચ્ચે લોકોએ મતદાન કર્યું હતું. ટ્રંપ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સતત ત્રીજીવાર રિપબ્લીકન ઉમેદવાર બનવા માટે દાવેદારી કરી રહ્યા છે. આયોવા કોકસના પરિણામોમાં અમેરિકન ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામીનું પ્રદર્શન નબળું રહ્યું હતું. જેના કારણે તેઓ પ્રમુખપદની રેસમાંથી બહાર થઇ ગયા હતા. એ પછી તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની જાહેરાત કરી હતી, તેમજ ટ્રમ્પને 21મી સદીના શ્રેષ્ઠ પ્રમુખ તરીકે બિરદાવ્યા હતા. તેઓ હવે ટ્રમ્પ સાથે ચૂંટણી પ્રચારમાં જોડાશે.


અમેરિકાના મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રમ્પે આયોવા રાજ્યની 99 કાઉન્ટીમાંથી 98માં જીત મેળવી લીધી છે. અગાઉની ચૂંટણીમાં ટ્રમ્પના પ્રદર્શન, ટ્રમ્પ પર લાગેલા ગુનાહિત આરોપો, તેમના પર મુકાયેલા પ્રતિબંધો વચ્ચે આયોવામાં મેળવેલી આ સફળતા એ એક પ્રકારે ઇતિહાસ રચ્યો છે. આનાથી એ વાત સાબિત થાય છે કે રિપબ્લિકન પક્ષને હજુ પણ ટ્રમ્પ પર સંપૂર્ણ વિશ્વાસ છે. બાદ ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ, જેમણે પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમને ફક્ત 21.2 ટકા મત મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. તેમની સાથે દક્ષિણ કેરોલિનાના ગવર્નર નિક્કી હેલીએ 19.1 ટકા મત મેળવ્યા હતા. હવે ન્યુ હેમ્પશાયરમાં 23 જાન્યુઆરીના રોજ કોકસ યોજાશે અને તે બાદ ફેબ્રુઆરીમાં નિક્કી હેલીના ગૃહ રાજ્ય દક્ષિણ કેરોલિનામાં કોકસ યોજાશે.


આયોવામાં કથળતી હવામાનની સ્થિતિ વચ્ચે આખા રાજ્યની તમામ કાઉન્ટીઓમાં કુલ 1600 કોકસ યોજાયા હતા. મીડિયા અહેવાલો મુજબ અંદાજે 1 લાખ જેટલા મતદારોએ કોકસમાં મતદાન કર્યું હતું. હવામાનના પરિબળોને કારણે મતદાન ઓછું થયું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીજી બાજુ ડેમોક્રેટિક પક્ષના ઉમેદવારોએ પણ કોકસમાં ઝુકાવી દીધું છે. અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ જો બાઇડનના નેતૃત્વ હેઠળના ડેમોક્રેટિક પક્ષમાં જો કે પરંપરાગત આયોવાને બદલે દક્ષિણ કેરોલિનાની પસંદગી કરીને ચૂંટણી ચક્રની શરૂઆત કરવામાં આવી રહી છે.


વર્ષ 2020ની ચૂંટણી વખતે ડેમોક્રેટિક ઉમેદવારોએ આયોવામાં ખરાબ પ્રદર્શન કરતા આ વખતે તેમણે દક્ષિણ કેરોલિના પર પસંદગી ઉતારી હતી. બાઇડને ટ્રમ્પની જીત પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “એવું લાગી રહ્યું છે જાણે ટ્રમ્પે આયોવા જીતી લીધું છે. હવે સ્પષ્ટપણે તેઓ જ રાષ્ટ્રપતિ પદના સક્ષમ ઉમેદવાર સાબિત થયા છે, પરંતુ હાલ આ ચૂંટણીમાં તમે (અમેરિકાની જનતા) અમારી સાથે છો, અને આપણે બંને તેમના (રિપબ્લિકન)ની વિરુદ્ધમાં છીએ.” ટ્રમ્પ ચૂંટણી નારામાં ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’નું સૂત્ર વાપરે છે, જેમાં અમેરિકાની હાલની સ્થિતિ માટે સત્તાપક્ષને દોષ આપીને સુવર્ણ ભૂતકાળ પાછો લાવવાની વાત છે, જ્યારે બાઇડન ટ્રમ્પને એક ધાક જમાવનાર, લોકશાહીને જોખમમાં મુકી દેનાર સરમુખ્ત્યાર તરીકે ચિત્રિત કરીને બંધારણના રક્ષણનો મુદ્દો ઉઠાવતા હોય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing