જેફરી એપસ્ટેઇનની સંપત્તિમાંથી મળેલા સનસનીખેજ 19 નવા ફોટા જાહેર, ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક હસ્તીઓ સામેલ

વોશિંગ્ટન : અમેરિકન ડેમોક્રેટ્સે કુખ્યાત યૌન શોષણના દોષિત જેફરી એપસ્ટેઇનની સંપત્તિમાંથી મળેલા 19 નવા ફોટા જાહેર કર્યા છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ક્લિન્ટન, બિલ ગેટ્સ અને અન્ય ઘણી સેલિબ્રિટીઓ જોવા મળી છે. આ ફોટામાં ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ક્લિન્ટન, બિલ ગેટ્સ મહિલાઓ સાથે જોવા મળ્યા છે. જે ન્યાય વિભાગની આગામી એપ્સ્ટેઇન ફાઇલોથી અલગ છે તેમજ તે 19 ડિસેમ્બર સુધીમાં પ્રકાશિત થવાની છે.
ડોનાલ્ડ ટ્રમ્પ એક ફોટામાં છ મહિલા સાથે જોવા મળ્યા
આ તસવીરોમાં રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ ફોટામાં જોવા મળે છે. એક ફોટામાં છ મહિલા સાથે તે જોવા મળે છે. જેના ચહેરા છુપાવવામાં આવ્યા છે. જયારે બીજા ફોટામાં તે એક મહિલા સાથે વિમાનમાં જોવા મળે છે આ મહિલાનો ચહેરો પર છુપાવવામાં આવ્યો છે. જયારે ત્રીજા ફોટામાં ડોનાલ્ડ ટ્રમ્પ જેફરી એપસ્ટેઇન સાથે એક મહિલા સાથે નજરે પડે છે. જયારે વ્હાઈટ હાઉસના સલાહકાર અને ટ્રમ્પ સમર્થક સ્ટીવ બેનન પર ત્રણ ફોટામાં દેખાય છે. જેમાંથી એક જેફરી એપસ્ટેઇનની ઓફીસના તેની સાથે અને બીજી તસવીરમાં ફાયનાન્સર સાથે મિરર સેલ્ફી લેતા અને ત્રીજા ફોટામાં નિર્દેશક વુડી એલન સાથે વાત કરતા નજરે પડે છે.
બિલ ગેટ્સ અને બિલ ક્લિન્ટન પણ ફોટામાં જોવા મળ્યા
આ ઉપરાંત અન્ય ફોટામાં બિલ ગેટ્સ પાયલોટ સાથે વિમાનની નજીક પોઝ આપતા જોવા મળે છે. જ્યારે બીજા ફોટામાં એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસર સાથે નજરે પડે છે. જયારે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન એપસ્ટેઇન તેમના સાથી ઘિસ્લેન મેક્સવેલ અને બે અન્ય લોકો સાથે સહી કરેલા ફોટામાં જોવા મળે છે. જયારે અનેક ફોટામાં સેક્સ સંબંધિત વસ્તુઓ બતાવવામાં આવી છે. જેમ કે ટ્રમ્પના ચહેરા સાથેનો વાટકી અને “ટ્રમ્પ કોન્ડોમ” લખેલું છે. ભૂતપૂર્વ ટ્રેઝરી સેક્રેટરી લેરી સમર્સ, ડિરેક્ટર વુડી એલન અને ટ્રમ્પના ભૂતપૂર્વ વકીલ અને હાર્વર્ડ પ્રોફેસર એલન ડેરશોવિટ્ઝ પણ ફોટામાં નજરે પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં હાઉસ ડેમોક્રેટ્સે ન્યાય વિભાગ પાસેથી મેળવેલા એપસ્ટેઇનના કેરેબિયન ટાપુના ઘરના 150 થી વધુ ફોટા અને વિડિયો ફૂટેજ પ્રકાશિત કર્યા હતા. ન્યાય વિભાગે 19 ડિસેમ્બર સુધીમાં એપસ્ટેઇન ફાઈલો જાહેર કરવી પડશે.
એપસ્ટેઇન ફાઇલો શું છે?
દોષિત સેક્સ ટ્રાફિકર્સ જેફરી એપ્સટિન, ગીસ્લેન મેક્સવેલ અને તેમના સહયોગીઓ સામેના કેસોની તપાસ દરમિયાન મળેલી માહિતીની ફાઈલોમાં ગુપ્ત રાખવામાં આવી છે, જેને ‘એપસ્ટેઇન’ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે. અહેવાલ મુજબ આ કેસ અંગેની ફાઈલ્સનો 300 ગીગાબાઇટ્સથી વધુ ડેટા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(FBI)ની કેસ મેનેજમેન્ટ સિસ્ટમમાં સંગ્રહિત છે. આ ડેટાબેઝમાં જેફરી એપ્સ્ટેઇનના ગ્રાહકોની યાદીપણ છે, જેમાં ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, બ્રિટિશ શાહી પરિવારના રાજકુમાર એન્ડ્રુ અને યુએસના ઘણાં સરકારી અધિકારીઓના નામ હોવાની શક્યતા છે.
આ પણ વાંચો…USમાં જન્મના આધારે નાગરિકતા નહીં મળે: ટ્રમ્પે આપ્યું આવું કારણ



