ઇન્ટરનેશનલ

કાળઝાળ ગરમી વચ્ચે Mecca પહોંચ્યા 15 લાખ  Hajj યાત્રીઓ

મક્કા: કાળઝાળ ગરમી અને મધ્ય એશિયામાં  તણાવ વચ્ચે વિશ્વભરમાંથી મુસ્લિમો હજ યાત્રા(Hajj)માટે મક્કા(Mecca)પહોંચી રહ્યા છે. હજ યાત્રીઓ મોટી સંખ્યામાં સાઉદી અરેબિયાના મક્કા પહોંચી ગયા છે. આ સપ્તાહના અંતમાં હજ યાત્રા શરૂ થવાની છે. સાઉદી અધિકારીઓએ જણાવ્યું કે મંગળવાર સુધીમાં 15 લાખથી વધુ વિદેશી હજ યાત્રીઓ દેશમાં પહોંચ્યા છે. જેમાંથી મોટાભાગના વિશ્વના વિવિધ દેશોમાંથી હવાઈ માર્ગે અહીં પહોંચ્યા છે. આ વખતે હજ યાત્રા 14 જૂનથી 19 જૂન સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચો: Ayodhya Mosque: ભગવા રંગની કુરાન, મક્કાથી પરત આવી પવિત્ર ઈંટ…

2023માં 18 લાખથી વધુ લોકોએ હજ કરી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, શુક્રવારે સત્તાવાર રીતે શરૂ થનારી હજ માટે વધુ લોકો આવવાની અપેક્ષા છે. આ સિવાય સાઉદી અરેબિયામાં રહેતા હજારો મુસ્લિમો અને અન્ય લોકો પણ હજમાં ભાગ લેશે. સાઉદી અધિકારીઓએ કહ્યું કે તેઓને આશા છે કે આ વર્ષે હજ યાત્રામાં ભાગ લેનારા લોકોની સંખ્યા 2023 કરતાં વધુ હશે. તેમણે કહ્યું કે 2023માં 18 લાખથી વધુ લોકોએ હજ કરી હતી જ્યારે કોવિડ વૈશ્વિક મહામારી પહેલા 24 લાખથી વધુ મુસ્લિમોએ 2019માં હજ કરી હતી.

હજ યાત્રીઓમાં 4,200 પેલેસ્ટિનિયનોનો

પેલેસ્ટિનિયન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મહિનાની શરૂઆતમાં મક્કા પહોંચેલા હજ યાત્રીઓમાં 4,200 પેલેસ્ટિનિયનોનો સમાવેશ થાય છે. ગાઝાના દરિયાકાંઠાના વિસ્તારના પેલેસ્ટિનિયનો હજ યાત્રા માટે પહોંચી શક્યા ન હતા. અહીં રફા બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. મક્કા પહોંચેલા પેલેસ્ટાઈન વેસ્ટ બેન્કના છે. સાઉદી અરેબિયા પ્રશાસનનું કહેવું છે કે ગાઝા યુદ્ધમાં માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા 1000 થી વધુ લોકોના પરિવારના સભ્યો પણ મક્કા પહોંચી ગયા છે. તેમને કિંગ સલમાને આમંત્રણ આપ્યું હતું. અને 1000 લોકો પહેલેથી જ ગાઝાની બહાર હતા.

 તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ

મંગળવારે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં હજ યાત્રીઓની વિશાળ ભીડ જોવા મળી હતી અને તેઓએ કાબાની સાત વાર પ્રદક્ષિણા કરીને ધાર્મિક વિધિ પૂર્ણ કરી હતી. મક્કા મસ્જિદને ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. મંગળવારે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું અને ઘણા લોકો ગરમીથી પોતાને બચાવવા માટે છત્રી લઈને જતા જોવા મળ્યા હતા.

પાંચ દિવસની હજ કરવાની માન્યતા

આ વર્ષે સીરિયાથી પણ હજયાત્રીઓ મક્કા પહોંચી રહ્યા છે. આ વર્ષે દ માસ્કસથી સાઉદી અરેબિયા માટે સીધી ફ્લાઈટ ચલાવવામાં આવી છે. હજ યાત્રાને ઈસ્લામમાં પાંચ સ્તંભોમાંથી એક માનવામાં આવે છે. જીવનમાં ઓછામાં ઓછા એક વખત પાંચ દિવસની હજ કરવાની માન્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button