ઇન્ટરનેશનલ

Video: મલેશિયામાં રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકોપ્ટર અથડાયા, 10ના મોત

મલેશિયામાં ‘રોયલ મલેશિયન નેવી’(Royal Malaysian Navy ના વાર્ષિક કાર્યક્રમ પહેલા રિહર્સલ દરમિયાન એક મોટો અકસ્માત થયો છે. રિહર્સલ દરમિયાન નેવીના બે હેલિકોપ્ટર હવામાં અથડાયા હતા, આ અકસ્માતમાં બંને હેલિકોપ્ટરમાં સવાર 10 લોકોના મોત થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

મલેશિયન નેવીનો વાર્ષિક કાર્યક્રમ લુમુતના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. એ પહેલા આજે મંગળવારે સવારે 9.32 વાગ્યે રિહર્સલ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. એક હેલિકોપ્ટર ટેકઓફ થતાંની સાથે જ બીજું હેલિકોપ્ટર અથડાયું હતું. આ હેલિકોપ્ટરમાંથી એક Fennec M502-6 અને બીજું HOM M503-3 હતું. આકાશમાં અથડાયા બાદ એક હેલિકોપ્ટર સ્ટેડિયમની સીડીમાં અને બીજું સ્વિમિંગ પુલમાં પડ્યું હતું.

મલેશિયન નેવીએ પણ આ અકસ્માતની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટનામાં 10 ક્રૂ મેમ્બરના મોત થયા છે. તમામ મૃતદેહોને ઓળખ માટે લુમુત આર્મી બેઝ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button