આપણું ગુજરાત
સરદાર સરોવર યોજના માટે ₹ ૪૭૯૮ કરોડ વપરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનારી નર્મદા યોજના માટે ૪૭૯૮ કરોડની જોગવાઈ ગુજરાત સરકારના બજેટમાં કરવામાં આવી છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે ૭૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં નહેરના વિસ્તરણ-વિકાસનાં કામો માટે ૫૯૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ કરવા ૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે ૧૮૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગરુડેશ્ર્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પરના વીજમથકો તેમજ એકતાનગર ખાતેના જળ વિદ્યુત મથકોના જાળવણી અને મરામત માટે ૧૩૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.