આપણું ગુજરાત

સયાજીબાગમાં પોર્ક્યુપાઇન, સિવેટ કેટના પાંજરા માટે ₹ ૩.૭૪ કરોડ ખર્ચાશે

અમદાવાદ: વડોદરા મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ઝૂમાં નોકટરનલ સેકશનના પોર્ક્યુપાઇન, સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટ એનિમલના એન્કલોઝર વિકસાવવા માટે ઇજારદાર મે. હાલાર ક્ધસ્ટ્રકશનના નેટ અંદાજિત રકમથી ૨૫.૦૯ ટકા વધુ રૂ. ૩,૭૪,૬૯,૭૬૧નું ભાવપત્રક મંજૂરી હેતુ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયું છે.

મળતી માહિતી મુજબ સયાજીબાગ ઝૂના રી-ડેવેલોપમેન્ટની કામગીરીના ભાગરૂપે ફેઝ-૨માં ઝૂમાં નોકટરનલ સેકશનના પોર્ક્યુપાઇન, સિવેટ કેટ અને સ્મોલ સિવેટ કેટ એમ કુલ ત્રણ પ્રાણીના એન્કલોઝર વિકસાવવાના કામની સંપૂર્ણ ડિઝાઇન સયાજીબાગ ઝૂ શાખાના ઝૂ ક્યુરેટરના સલાહ અને સૂચન મુજબ રૂ. ૨,૯૯,૫૩,૦૪૪ નો અંદાજ (સિવિલ,ઇલેક્ટ્રિકલ અને હોર્ટીકલ્ચર) રજૂ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે ટેન્ડીરિંગ પ્રક્રિયા હાથ ધરાતા બે ઇજારદારોએ રસ દાખવ્યો હતો. જેમાં ઈજારદાર મે. હાલાર ક્ધસ્ટ્રકશનનું ભાવપત્રક નેટ અંદાજિત રકમ રૂ. ૨,૯૯,૫૩,૦૪૪થી ૨૭ ટકા વધુ રૂ. ૩,૮૦,૪૦,૩૬૬નું સૌથી ઓછા મુજબનું રહ્યું હતું. ઇજારદારને ભાવ ઘટાડો કરવા જણાવતા ઇજારદાર દ્વારા ભાવ ઘટાડા બાદ તેમનું ભાવપત્રક નેટ અંદાજિત રકમથી ૨૫.૦૯ ટકા વધુ મુજબ રૂ. ૩,૭૪,૬૯,૭૬૧નું રજૂ કરવામાં આવ્યું હતું. આ કામનો ખર્ચ સ્વર્ણીમ-૨ ૨૦૨૦-૨૧ની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button