આપણું ગુજરાત

દંપતીએ સુરતના જ્યોતિષને ₹ ૩૫ લાખમાં ઠગ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)


અમદાવાદ: સુરતમાં સિટીલાઇટના દંપતીએ વેસુની દુકાન પર રૂ. ૪૦ લાખની લોન લઇ તેના હપ્તા ભર્યા ન હતા. આ દુકાન તેમણે એક જ્યોતિષને રૂ.૩૫ લાખમાં વેચી હતી. કોર્ટે દુકાન પર નોટિસ લગાવતા શાહ દંપતીનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે જ્યોતિષની પત્ની કિંજલે વેસુ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે બિરેન ગોવિંદ શાહ અને દીપા બિરેન શાહ (રહે,સ્વસ્તિક હાઉસ,પનાસ નહેર,સિટીલાઇટ) સામે ચીટિંગનો ગુનો નોંધ્યો છે.


સિટીલાઇટના બિરેન શાહ અને તેની પત્ની દીપાએ વેસુ રોડ પર ગોકુલ સોલિટરમાં દુકાન લીધી હતી. જેના પર રૂ. ૪૦ લાખની લોન લઈ હપ્તા ભર્યા ન હતા. લોન ચાલુ હોવા છતાં શાહ દંપતીએ આ દુકાન દિવ્યેશ નામના જ્યોતિષની પત્ની િંકજલને રૂ. ૩૫ લાખમાં વેચવાનો સોદો નક્કી કર્યો હતો. દિવ્યેશે જ્યોતિષનું કામકાજ કરવા માટે આ દુકાન રાખી હતી. દિવ્યેશે શાહ દંપતીને દુકાનના રૂ. ૩૫ લાખ ચૂકવ્યા હતા. એટલું જ નહીં શાહ દંપતીએ જ્યોતિષ દિવ્યેશને દુકાનનો વેચાણ દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. બેંક લોન બાકી હોવાથી અને હપ્તા ભરાતા ન હોવાના કારણે કોર્ટના સ્ટાફ દ્વારા દુકાન પર નોટિસ મારી દેવાઇ હતી. નોટિસના પગલે જ્યોતિષને દંપતીના લોન કૌભાંડની ખબર પડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button