આપણું ગુજરાત

કચ્છ ભાદરવા જેવી ગરમીમાં શેકાય છે

(અમારા પ્રતિનિધિ તરફથી)


ભુજ: શ્રાવણ મહિનો હવે જયારે તેના અંતિમ પડાવમાં પહોંચી ચૂક્યો છે ત્યારે સચરાચર વરસાદની રાહ જોઈ રહેલા રણપ્રદેશ કચ્છમાં ચૈત્ર -વૈશાખ જેવા બળબળતા તાપ સાથે અસહ્ય ગરમીનું મોજું ફરી વળતાં જનજીવન તોબા પોકારી ઊઠયું છે.
હવામાન વિભાગે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે એ વચ્ચે ગરમીએ કચ્છમાં આગામી ભાદરવાના આગોતરા તાપનો અસલ મિજાજ દેખાડવો શરૂ કર્યો હોય તેમ સવારના અગિયારેક વાગ્યાથી ઉકળાટનો દોર યથાવત્ રહેતાં લોકો ચૈત્ર- વૈશાખમાં પણ ન અનુભવી હોય તેવી આકરી ગરમી અનુભવી રહ્યા છે.


ભુજમાં તાપમાન ઊંચકાઈને ૩૮ ડિગ્રીએ પહોંચતા સવારના સૂર્ય નારાયણનાં દર્શન સાથે જ આભમાંથી અગનજ્વાળા વરસવાનું શરૂ થઈ જતાં અને શ્રાવણ માસમાં ભુજ રાજ્યનું બીજા નંબરનું સૌથી ગરમ મથક બન્યું હતું.
સ્માર્ટફોન અને કોમ્પ્યુટરમાંના વેધર એપ્લિકેશનમાં ભુજનું બપોરે ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરમ્યાન નલિયામાં ૩૪ ડિગ્રી તો કંડલામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મહત્તમ તાપમાનનો આંક ૩૭ ડિગ્રી પર પહોંચી ગયો હતો. રણકાંધીના રાપર અને ખાવડામાં ૩૭ ડિગ્રી તાપમાન રહેતાં સર્વત્ર ગરમીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળ્યું હતું. કચ્છના મોટાભાગના મથકોમાં લઘુતમ તાપમાન ૩૦ ડિગ્રી જેટલું ઊંચું રહેતાં રાત્રિના પણ આકુળવ્યાકુળ કરી મૂકે તેવો ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. વધતી જતી ગરમી વચ્ચે ઝાડા-ઊલટી, કમળો, ટાઇફોઇડ, મલેરિયા જેવા મચ્છરજન્ય અને ઋતુજન્ય રોગચાળાના દર્દીઓથી દવાખાનાઓ ઊભરાઈ રહ્યાં છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત