અનુપમ ખેરની તસવીરવાળી ચલણી નોટ છાપનારાને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા
સુરતઃ રાષ્ટ્રપિતા ગાંધીજીની તસવીરોને બદલે અભિનેતા અનુપમ ખેરની તસવીરો છાપી તેની ચલણી નોટ બનાવી તેને વટાવી ખાવાનો વિચિત્ર કિસ્સો ગુજરાતમાં બન્યો હતો. આ ફર્જી નોટો ચલાવનારાની ગેંગનો પર્દાફાશ ગુજરાત પોલીસે કર્યો છે. આ ગેંગએ એ નાણામાંથી 2100 તોલા સોનું ખરિદ્યાની માહિતી પણ મળી છે.
ફિલ્મ અભિનેતા અનુપમ ખેરની તસવીરવાળી નોટોમાંથી 2100 ગ્રામ સોનું ખરીદનારી ગેંગની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. તેણે નકલી ચલણ છાપીને બુલિયન બિઝનેસમેન સાથે છેતરપિંડી કરી હતી. 1 કરોડ 60 લાખમાં 20 સોનાના બિસ્કિટ ખરીદવામાં આવ્યા હતા. રોકડમાં પેમેન્ટ કરતી વખતે 500 રૂપિયાની નકલી નોટો આપી દીધી હતી. નકલી નોટો મળી આવતા વેપારી ચોંકી ઉઠ્યો હતો. આ ચોંકાવનારા કિસ્સામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દાખલ થઈ હતી.
આ કેસમાં થયેલા સોદા મુજબ સોનાની ડિલિવરી અમદાવાદના સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં નક્કી થઈ હતી. અહીં જ વેપારીને રોકડ એકઠી કરવાની હતી. વેપારી રોકડ લેવા માટે આવ્યો હતો ત્યારે ત્રણેય આરોપીઓ આંગડિયા પેઢી પાસે નોટ ગણવાનું મશીન અને નોટો લઈને ઉભા હતા. સોનાની ડિલિવરી વખતે આરોપીએ વેપારીના કર્મચારીઓને રૂ.1.30 કરોડ ચૂકવ્યા હતા. વેપારીને આ ઘટનાની જાણ થતાં તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે લગભગ 20 દિવસમાં આ કેસ ઉકેલી લીધો અને ત્રણ લોકોની ધરપકડ કરી.
આ કેસનો ભેદ ઉકેલતી વખતે પોલીસે 20માંથી 18 સોનાના બિસ્કિટ પણ કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં દીપક રાજપૂત, નરેન્દ્ર જાદવ અને કલ્પેશ મહેતાનો સમાવેશ થાય છે. રાજપૂત મૂળ અમદાવાદનો છે. તે સમગ્ર છેતરપિંડીનો મુખ્ય આરોપી છે.
દીપક રાજપૂત સરદારના વેશમાં આવ્યો હતો. નરેન્દ્ર જાદવ પણ મૂળ અમદાવાદનો છે પરંતુ તે મૂળ મધ્યપ્રદેશનો છે. તે મુખ્ય આરોપી સાથે બાઇક પર ફરાર થઇ ગયો હતો. ત્રીજો આરોપી કલ્પેશ મહેતા છે. તે પણ મૂળ અમદાવાદના છે. પોલીસના જણાવ્યા મુજબ, તેણે મુખ્ય આરોપી સાથે મળીને નકલી નોટોની કલર પ્રિન્ટ બનાવી હતી.
થોડા સમય પહેલા શાહીદ કપૂરની ફર્ઝી નામની વેબ સિરિઝ રિલિઝ થઈ હતી, જેમાં આ નકલી નોટોનું નેટવર્ક કઈ રીતે ચાલે છે, તે બતાવવામાં આવ્યું હતું. આ આખું રેકેટ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતું હોવાના અહેવાલો ઘણીવાર આવી ચૂક્યા છે.